ETV Bharat / city

ગુજરાતમાં આજે અને આવતીકાલે વેક્સિનેશન (Corona vaccination) રહેશે બંધ

author img

By

Published : Jul 7, 2021, 5:25 PM IST

Updated : Jul 8, 2021, 8:14 AM IST

ગુજરાતમાં બુઘવારે મમતા દિવસના કારણને આગળ ધરીને વેક્સિનેશન ડ્રાઈવ (Vaccination Drive) બંધ રખાઈ હતી જો કે કોરોનાની રસીની અછતના કારણે આગામી બે દિવસો સુધી રાજ્યમાં વેક્સિનેશન યોજાશે નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 જૂનથી તમામને મફત વેક્સિનની જાહેરાત કરી હતી, પણ ત્યાર પછી તમામ દિવસોએ વેક્સિનેશન સેન્ટર્સ (Vaccination Centers) પર વેક્સિન લેવા માટે લાંબી લાઈનો લાગી છે.

શું રાજ્યમાં વેક્સિનનો સ્ટોક ઓછો થતાં મમતા દિવસે વેક્સિનેશન બંધ કરાયું ?

  • ગુજરાતમાં વેક્સિનનો સ્ટોક ઘટ્યો
  • દર બુધવારે વેક્સિનેશન બંધ રહેશે?
  • સરકારે અગાઉ કેટલાય વેક્સિનેશન સેન્ટરો બંધ કર્યા

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાની બીજી લહેર (Second Wave of Corona) નો અંત આવવાની બિલકુલ નજીક છે. ગઈકાલે મંગળવારે ગુજરાતમાં કોરોનાના નવા 69 કેસ નોંધાયા હતા. બીજી તરફ ત્રીજી લહેર આવવાની સંભાવના વૈજ્ઞાનિકો વ્યક્ત કરી ચૂક્યા છે. તેવા સંજોગોમાં ત્રીજી લહેર આવે તે પહેલા વેક્સિનેશન થઈ જવું ખૂબ જરૂરી છે. હાલ ગુજરાત પાસે વેક્સિનનો સ્ટોક ઓછો છે, તેને ધ્યાને લઈને સરકારે મમત દિવસને કારણે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન ડ્રાઈવ (Vaccination Drive) બંધ કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો - સુરતમાં Vaccination Centers પર વેક્સિન લેવા લાંબી લાઈન લાગી પણ વેક્સિનનો જથ્થો જ નથી

હાલ વેક્સિનના 2.35 લાખ ડોઝ ઉપલબ્ધ

5 જુલાઈએ સોમવારે રાજ્યમાં 2,99,680ને વેક્સિન ઉપલબ્ધ હતી. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે, 6 જુલાઈ મંગળવારે 2,17,769 નાગરિકોને વેક્સિન અપાઈ છે. આથી હવે સરકાર પાસે માત્ર 2.35 લાખ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. બધુવારે સાંજે વધુ ડૉઝ આવી જશે, એવું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો - Walk In Vaccination Campaign - પ્રથમ દિવસે જ ઓલપાડના કીમ ખાતે જોવા મળી લાંબી કતાર

ત્રણ મહિના સુધી મમતા દિવસે વેક્સિનેશન થયું છે

ગુજરાતમાં માર્ચ મહિનાથી વેક્સિનેશન શરૂ કરાયું છે. અને દર બુધવારે મમતા દિવસ હોય છે, ત્યારે માર્ચથી જૂન સુઘી બુધવારે પણ વેક્સિનેસન થયું જ છે, ત્યારે હવે સવાલ એ થાય છે કે કેમ મમતા દિવસનું બહાનું આગળ ધરીને સરકારે વેક્સિનેશન બંધ કર્યું હશે ? છેલ્લા 3 મહિનાથી મમતા દિવસે પણ કોરોનાની વેક્સિન નાગરિકોને આપી જ છે. તો અગવડ કયા પડી?

આ પણ વાંચો - અમદાવાદમાં વેક્સિન લેવા માટે વેક્સિનેશન સેન્ટરમાં લોકોની લાંબી લાઈન જોવા મળી

અમદાવાદ કોર્પોરેશનનો દાવો પોકળ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પણ દાવો કરાયો હતો કે, અમે દરરોજે 1 લાખ લોકોને વેક્સિનેટ કરીશું. પણ અત્યાર સુધી આટલી સંખ્યામાં કોઈને વેક્સિન મળી જ નથી અને સરકાર દ્વારા કોર્પોરેશનને વેક્સિનનો જથ્થો ફાળવાયો જ નથી. અત્યારે વેક્સિન લેવા માટે નાગરિકો સવારે 6 વાગ્યાથી લાઈનો લગાવીને ઉભા રહે છે, પણ વેક્સિન પૂરતી આવતી નથી, જેથી ટોકન વહેંચાય છે, જેને ટોકન ન મળે તેને પાછા જવું પડે છે. 6 જુલાઈને મંગળવારે 31,521 લોકોને વેક્સિન અપાઈ હતી. અત્યાર સુધીમાં સરકારે 40,000થી વધુ વેક્સિન પૂરી પાડી જ નથી. ટૂંકમાં કોર્પોરેશનનો 1 લાખ વેક્સિન આપવાનો દાવો પોકળ પુરવાર થયો છે.

આ પણ વાંચો - Corona Vaccination: મેમનગરમાં વેક્સિનેશન સેન્ટર પર સવારે 6 વાગ્યાથી લાંબી લાઈન જોવા મળી

સરકારે કેટલાય વેક્સિનેશન સેન્ટરો બંધ કર્યા

વેક્સિન ખૂટી પછી રાજ્ય સરકારે કેટલાય વેક્સિનેશન સેન્ટરો બંધ કરી દીધા છે. 21 જૂને કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહ અમદાવાદ આવ્યા ત્યારે તેમણે કેટલાક વેક્સિન સેન્ટરની મુલાકાત લીધી હતી, તે વેક્સિન સેન્ટરો બંધ કરી દેવા પડ્યા છે. તે પછી સરકારે અનેક વેક્સિન સેન્ટરો બંધ કરી દીધા છે. નાગરિકો સેન્ટર પર જઈને પાછા આવ્યા, અને બધી જગ્યાએ ધક્કા ખાતા થઈ ગયા. વેક્સિન સેન્ટરો બંધ થઈ જતા હવે બાકીના સેન્ટરો પર ભીડ વધુ થવા લાગી છે. ખરેખર તો કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થવું જોઈએ, પણ સરકારે વધારાના સેન્ટર બંધ કરીને જે ચાલુ હતા સેન્ટરો પર ત્યાં વધુ ભીડ થઈ અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.

આ પણ વાંચો - સુરતના ભીમપોર વિસ્તારમાં રસીકરણના ટોકન લેવા માટે લોકોની પડાપડી

ત્રીજી લહેર આવે તે પહેલા વેક્સિન મળી જવી જોઈએ

કોરોનાની બીજી લહેર પૂર્ણ થવાના આરે છે, ત્યારે ગુજરાત સરકારે આ તક ઝડપી લેવી જોઈએ અને ગુજરાતના તમામ નાગરિકોને વેક્સિન મળી જવી જોઈએ, તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ગુજરાતમાં 6.25 કરોડથી વધુની વસતીની સામે 2 કરોડ 73 લાખ 25 હજાર 101 નાગરિકોને વેક્સિન મળી ચૂકી છે અને બાકીના નાગરિકોને વેક્સિન મળે તે માટે સરકારે ઝડપથી વ્યવસ્થા કરવી જોઈએ.

ભરત પંચાલ, બ્યૂરો ચીફ, ETV Bharat

Last Updated : Jul 8, 2021, 8:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.