- 21 ફેબ્રુઆરીએ ગુજરાતમાં છ મહાનગરપાલિકાઓની ચૂંટણી
- રાજ્ય ચૂંટણી પંચ દ્વારા માહિતી પ્રદાન કરતા પોસ્ટરો શહેરમાં લાગ્યા
- પોસ્ટરોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મત આપવા લોકોને પ્રેરણા અપાઈ
અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચે કરી દીધી છે. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાઓમાં 21 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીઓને લઈને આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ચૂકી છે. રાજ્યમાં મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતોની પણ ચૂંટણી યોજાવાની છે. ત્યારે પ્રજામાં મત આપવા અંગેની જાગૃતિ ફેલાવવા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.
મતદાન જાગૃતિ માટે લગાવવામાં આવેલું પોસ્ટર કલેકટર કચેરી અંતર્ગત જિલ્લા અને શહેરમાં ચૂંટણીઓનું કાર્યશહેર અને જિલ્લામાં ચૂંટણી કાર્યવાહી જિલ્લા કલેક્ટર અંતર્ગત કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીની બહાર, ગાંધી આશ્રમ, જુદા-જુદા ટ્રાફિક સર્કલો ખાતે ચૂંટણી અંગે જાગૃતિ પ્રસરાવતા પોસ્ટર રાજ્ય ચૂંટણી પંચ દ્વારા લગાવવામાં આવ્યા છે. જેથી આવતા-જતા નાગરિકો આ પોસ્ટરોને જોઈ શકે અને વોટ આપવા માટે પ્રેરણા મેળવે.
અમદાવાદમાં મતદાન જાગૃતિ અંગેનાં પોસ્ટર લગાવવામાં આવ્યા પોસ્ટરોમાં ચૂંટણી અંગેની પ્રાથમિક માહિતીઆ પોસ્ટરોમાં ચૂંટણી અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. જેમ કે, રાજ્યમાં કેટલી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતો આવેલી છે. ઉપરાંત જ્યારે નાગરિક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોટ આપવા જાય ત્યારે દરેક પાર્ટીના કેટલા ઉમેદવાર હોય છે. આ ઉપરાંત જો કોઈ પણ ઉમેદવાર તેમને પસંદ ના હોય તો 'નોટા'ના બટનનો પણ તેઓ ઉપયોગ કરી શકે છે. તેની સાથે જ પ્રત્યેક નાગરિકનો વોટ અમૂલ્ય છે, તેને લગતી પણ જાહેરાત કરવામાં આવી છે.