અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાત દરિમયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે (Vice President Jagdeep Dhankhar in Ahmedabad) એ ગાંધી આશ્રમ નવીનીકરણ પ્રોજેક્ટ ( Gandhi Ashram Renovation Project ) થવાનો છે તેની સમગ્ર માહિતી ( visits Gandhi Ashram ) મેળવી હતી. તેમણે ગાંધીજીની પ્રતિમાને વંદન કરી સુતરની આંટી પહેરાવી હતી.
ઉપરાષ્ટ્રપતિએ ગાંધી આશ્રમની સંદેશો લખ્યો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાની અનુભૂતિ વ્યક્ત કરતાં સંદેશ ( Dhankhar message in the Gandhiashram visitor book ) માં લખ્યું હતું કે 'સાબરમતી આશ્રમમાં ગાંધીવાદી વિચારો અને તેમના જીવનને જાણીને ધન્ય થયો છું. આ પવિત્ર સ્થાનથી ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી અને સત્ય અને અહિંસાની શક્તિથી વિશ્વને પ્રકાશિત કર્યું હતું. ઉત્કૃષ્ટતા એ ગાંધી આશ્રમનો હોલમાર્ક છે. જે ગાંધીજીના વારસાના ખજાનાને પ્રાચીન સ્વરૂપમાં સાચવે છે. આશ્રમની મુલાકાત એ રાષ્ટ્રીય યાત્રાધામ જેવી છે. જે હંમેશા સેવા અને માનવતામાં રહેવા માટે પ્રેરણા આપશે.'
30 મિનિટથી વધુ સમય ગાળ્યો ગાંધી આશ્રમ ટ્રસ્ટી નીતિન શુક્લ ( Gandhi Ashram Trustee Nitin Shukla ) એ જણાવ્યું હતું કે 'ઉપરાષ્ટ્રપતિએ આજે પહેલી વખત ગાંધી આશ્રમની મુલાકાત કરી છે અને 30 મિનિટથી વધુ સમય ગાળ્યો હતો. આ સમય દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે અહીં આશ્રમમાં આવીને મને મેન્શન મંડેલાને જે ગાંધી પાસેથી પ્રેરણા મળી હતી. તેની પણ અહીં જોવા મળી રહી છે એ આ ભૂમિ ઉપર સાર્થક થઈ રહી છે.'