ETV Bharat / city

Vibrant Gujarat Summit 2022: કોરોનાના કહેરથી સમિટ મોકૂફ, ફ્લાવર શો અને પતંગોત્સવ રદ્દ - CM Bhupendra Patel's decision

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ (Vibrant Gujarat Summit 2022 Postponed) રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનાર હતી, જેને હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરી છે. આ સાથે જ ફ્લાવર શો અને પતંગોત્સવને રદ્દ (Flower show and kite festival canceled) કરવામાં આવ્યા છે.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 મોકૂફ રાખવામાં આવી

author img

By

Published : Jan 6, 2022, 11:59 AM IST

Updated : Jan 6, 2022, 12:51 PM IST

ગાંધીનગર: ગુજરાત સરકાર (Decision of Gujarat Government) દ્વારા રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ (Vibrant Gujarat Summit 2022 Postponed) રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વાઇબ્રન્ટ સમિટમાં દેશના જાણીતા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કે.એમ.બિરલા, સુનિલ ભારતી મિત્તલ, અશોક હિન્દુજા, એન.ચંદ્રશેખરન, અને હર્ષ ગોયન્કા હાજર રહેવાના હતા. આ સાથે જ ફ્લાવર શો અને પતંગોત્સવને રદ્દ કરવામાં આવ્યા છે.

26 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા

26 દેશો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પાર્ટનર કન્ટ્રી-દેશ તરીકે જોડાયા હતા. આ સમિટને પગલે છેલ્લા બે દાયકાથી વિશ્વ માટે ગુજરાત ગેટ વે ઓફ ઇન્ડિયાની ભૂમિકા ભજવી રહ્યુ છે. જર્મની, ફ્રાંસ, ઇટાલી, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા, ઇઝરાયલ, સિંગાપોર, સ્વિડન, સાઉથ કોરિયા, ડેન્માર્ક, અને ફિનલેન્ડ જેવા અગ્રણી દેશો સહિત અન્ય દેશો પણ સમિટમાં ભાગ લેવાના હતા.

સીએમ ભુપેન્દ્ર પટેલે કરી હતી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા

કોરોના સંક્રમણ સાથે નવો વેરિઅન્ટ એમિક્રોનના કેસ પણ જોવા મળ્યા છે અને તેના રોગીઓની સારવાર, આઈસોલેશન વગેરે માટે રાજ્યનું સમગ્ર વહિવટીતંત્ર પૂર્ણ તકેદારી રાખી રહ્યું છે. વિવિધ રાષ્ટ્રોમાં સંક્રમણ વધ્યું છે, કોરોના અને એમિક્રોનના આ વાઇરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યપ્રધાને સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

હાલ પૂરતી 10મી વાઇબ્રન્ટ સમિટ મોકૂફ

સીએમ ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel's decision) આ બધી જ બાબતોને લક્ષમાં લેતાં રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તા. 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત વિકાસનું વૈશ્વિક મોડેલ છે અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશ્વભરના મૂડીરોકાણકારો, ઉદ્યોગકારો, રોકાણકારો માટે એક સક્ષમ પ્લેટફોર્મ બની રહી છે. વિવિધ દેશોના વડાઓ, મહાનુભાવો, ઉચ્ચસ્તરિય પ્રતિનિધિ મંડળો તેમજ દેશભરના વેપાર-ઉદ્યોગ જગતના સંચાલકોએ આ સમિટમાં સહભાગિતા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો અને રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું.

આ પણ વાંચો: Corona In Gujarat: રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, 24 કલાકમાં નવા 3,350 પોઝિટિવ કેસ નોંધાયા

આ પણ વાંચો: India Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ 90,000 ને પાર, ઓમિક્રોનના 2,630 કેસ

Last Updated : Jan 6, 2022, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.