- દેશમાં આવશે નવી સ્ક્રેપ પોલિસી
- પાંચ વર્ષથી વધુ જુના વાહનો માટે લેવું પડશે ફિટનેસ સર્ટીટ
- GSRTC પાસે હાલમાં છે 7 હજાર બસ
અમદાવાદ: ગાંધીનગર ખાતે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલી નવી સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી. આવનારા સમયમાં સમગ્ર દેશમાં આ નવી સ્ક્રેપ પોલિસી લાગૂ થશે. જેમાં વધુ પ્રદૂષણ ફેલાવતા જુના વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે.
આ પણ વાંચો- સ્ક્રેપ પોલિસી: જૂના વાહનોને ભંગાર જાહેર કરવા પર તેના માલિકને કેટલો ફાયદો થશે?
GSRTCએ તાજેતરમાં 550 બસોને સ્ક્રેપ કરી
એસટી નિગમના સેક્રેટરી કે.ડી.દેસાઈએ ETV Bharatને જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ પાસે હાલમાં 7 હજાર જેટલી બસો છે. જેમાંથી 800 જેટલી બસો 6 લાખ કિલોમીટરથી વધુ ફરી ચૂકી છે. જેને આગામી સમયમાં સ્ક્રેપ કરાશે.
રાજ્ય એસટી નિગમ દ્વારા નવી 549 બસોના સંચાલનમાં ઉમેરો કરાયો
જો કે, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની પોલિસી પ્રમાણે 7-8 લાખ કિલોમીટર બસ ફરે ત્યારે તેને સ્ક્રેપ કરવામાં આવે છે, પરંતુ બસની તપાસ નિગમના બોડી અને મિકેનિકલ વિભાગ દ્વારા કરાય છે. જો બસની પરિસ્થિતિ અને મિકેનિકલ કન્ડિશન યોગ્ય હોય તો તેનો વધુ એક લાખ કિલોમીટર સુધી ઉપયોગ કરી શકાય છે. તાજેતરમાં જ રાજ્ય એસટી નિગમ દ્વારા નવી 549 બસોના સંચાલનમાં ઉમેરો કરાયો છે. જ્યારે 550 એસટી બસોને સ્ક્રેપ કરવામાં આવી છે.
આ પણ વાંચો- નવી સ્ક્રેપિંગ પોલિસી લોન્ચ, ટેસ્ટિંગ બાદ કાર સ્ક્રેપ થશે, નવી કાર પર મળશે ડિસ્કાઉન્ટ- PM MODI
રોજની 400 કિલોમીટર ફરે છે એસટી બસ
આ સપ્ટેમ્બર મહિના સુધીમાં વધુ 448 એસટી બસ GSRTCના સંચાલનમાં ઉમેરાશે. સામે આઠ લાખ કિલોમીટર ફરી ચૂકેલા વાહનો સ્ક્રેપ કરાશે. સરકારની સ્ક્રેપ પોલિસી મુજબ 15 વર્ષથી વધુ સમયના વાહન હોય તેને સ્ક્રેપ કરવાની વાત છે. તેવુ કોઈ વાહન એસટી નિગમ પાસે નથી. કારણ કે, નિગમની બસો એક દિવસમાં 400 કિલોમીટર ફરે છે. જેને 7-8 વર્ષમાં સ્ક્રેપ કરવી પડે છે.