અમદાવાદઃ રાજ્યમાં સોના-ચાંદી તેમજ પેટ્રોલ-ડીઝલનો તો કાળો માર પડી રહ્યો છે. ત્યારે હવે મહત્વ પૂર્ણ જીવન જરૂરિયાત કઠોળ - શાકભાજીના ભાવમાં પણ કાળો કિક્યાટો જોવા મળી રહ્યો છે. ત્યારે શાકભાજીના આ ભાવો સામાન્ય વર્ગના લોકોને પણ દઝાડી રહ્યા છે. એક તરફ રાજ્યમાં ગરમીનું ભારે પ્રમાણ અને આ ગરમી વચ્ચે શાકભાજીના ભાવોમાં(Shakbhaji Kathod Price) ધરખમ વધારો સામાન્ય નાગરિકો માટે પડ્યા પર પાટું મારવા સમાન સાબિત થઈ રહ્યું છે. જેની પાછળના પરિબળો કમોસમી વરસાદ, વાવાઝોડું અને પાણીની તંગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે શાકભાજીના વધેલા ભાવોના કારણે (Vegetables Pulses Prices) સામાન્ય ગૃહિણીઓના બજેટ પર ભાર મૂકી દીધો છે.
શાકભાજીના ભાવ (Vegetables Prices in Gujarat)
ક્રમ | શાકભાજી | ભાવ |
1 | બટાકા દેશી | 150-300 |
2 | ડું. સૌરાષ્ટ્ર | 100-200 |
3 | રીંગણ | 100-300 |
4 | રવૈયા | 160-700 |
5 | કોબી | 100-260 |
6 | ટામેટા | 140-320 |
7 | દુધી | 60-240 |
8 | કાકડી | 100-600 |
9 | મરચા દેશી | 400-800 |
10 | લીંબુ | 2000-3200 |
આ પણ વાંચો : Prices of vegetables and pulses in Gujarat: સુરતમાં શાકભાજી અને કઠોળના ભાવ આસમાને, ભાવમાં 30 થી 40 ટકાનો વધારો
કઠોળના ભાવ (Pulses Prices in Gujarat)
ક્રમ | કઠોળ | ભાવ |
1 | ઘઉં 496 | 445-540 |
2 | ગુજરી | 328-349 |
3 | એરંડા | 1374-1383 |
4 | રાયડો | 1086-1383 |
5 | તુવેર | 1072 |
6 | ટુકડા ઘઉં | 450-469 |
7 | ટુકડા દેશી | 470-532 |
8 | એરંડા | 1382-1415 |
આ પણ વાંચોઃ World Women's Day: જૂનાગઢના મહિલા જેઓ દેશી બિયારણોને સાચવી કરી રહ્યાં છે ઉપયોગી સેવા
બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું ? - સામાન્ય દિવસોમાં સાંભળવા મળતા શાકભાજીના ભાવો આજે ચોથા(Prices of pulses Today)આસમાને પહોંચી ગયા છે. ખાસ કરીને મહિલાઓ પોતાના બજેટ પ્રમાણે રસોડું સંભાળતી હોય છે. પરંતુ શાકભાજીના ભાવમાં (Prices of vegetables and pulses in Gujarat)વધારાને લઈને હાલ મહિલાઓના પોકેટમની પર પણ મોટો ભાર પડ્યો છે. જેના કારણે હવે મહિલાઓએ પોતાના બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું તે એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. શાકભાજીના ભાવોમાં થયેલા ધરખમ ભાવ વધારાના કારણે સામાન્ય અને ગરીબ વર્ગની મહિલાઓએ કમરે પાટા બાંધી ગુજરાન ચલાવવાનો વારો આવ્યો છે. માત્ર શાકભાજી જ નહીં પરંતુ કઠોળના ભાવમાં પણ વધારો નોંધાયો છે.