અમદાવાદ શહેરમાં સ્કૂલમાં ભણતાં બાળકો ડ્રગ્સ લઈને ફરતા હોય ત્યાં દારૂ પાર્ટી કોઈ (Ahmedabad Crime News) નવી વાત નથી રહી. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં (vastrapur police station) એક DCPના પાડોશમાં મહિલા ડોક્ટરની દારૂ પાર્ટી યોજાઈ હતી. ત્યારે DCPએ પોલીસને આ અંગે જાણ કરતા પોલીસે રેડ કરી હતી. અહીં પોલીસે દારૂ પાર્ટીમાં 4 યુવતી સહિત 12 લોકોને ઝડપી (vastrapur police arrested alcohol party accused) પાડ્યા હતા.
DCPએ જ પોલીસ કંટ્રોલને જાણ કરી આ બર્થ ડે પાર્ટી દરમિયાન ખૂબ અવાજ આવી રહ્યો હતો. એટલે DCPએ જ પોલીસ કન્ટ્રોલને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસની ટીમે (vastrapur police station) ત્યાં રેડ કરી હતી, જ્યાં 4 યુવતીઓ સહિત 12 લોકો દારૂ પાર્ટી (vastrapur police arrested alcohol party accused) કરી રહ્યા હતા. આ અંગે મળતી માહિતી અનુસાર. આ બર્થ ડે પાર્ટી એક ડોક્ટર યુવતીની હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસે તમામની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પાર્ટી લવર્સ દેકારો મચાવતા હતા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અનિક એપાર્ટમેન્ટમાં મહિલા ડોક્ટરની બર્થ ડે પાર્ટી (vastrapur police arrested alcohol party accused) ચાલી રહી હતી. તે દરમિયાન પાર્ટી લવર્સ દેકારો મચાવી રહ્યા હતા. આ વાતની જાણ અમદાવાદના એક DCPને થઈ હતી. આના કારણે તેમણે તાત્કાલિક પોલીસ કન્ટ્રોલ (vastrapur police station) રૂમને જાણ કરી હતી. પોલીસ કંટ્રોલરૂમમાં DCPનો મેસેજ આવતા ફફડાટ વ્યાપી ગયો હતો.
પોલીસે આ આરોપીઓની કરી ધરપકડ નીરવ રમેશભાઈ શાહ (ઉ. વ 31 રહે. F/41, તુલીપ ટાવર, શ્રેયસ ટેકરા આંબાવાડી), આનંદ અજયકુમાર સિંહા (ઉ.વ-36 રહે.B/83 આલોક ટેનામેન્ટ પાછળ, નોબલનગર- સરદારનગર), જેનીલ ધીરજલાલ ચારા (ઉ.વ-23, રહે. જજીસ બંગલો રોડ), પંકજ રતનભાઈ કેશવાની (ઉ.વ-37 રહે.E/54, સફલ પરિવેશ, પ્રહલાદનગર), કિશન બકુલભાઈ દેસાઈ (ઉ.વ-27 રહેમાતી એપાર્ટમેન્ટ,ઘાટલોડિયા), ચિરાગ રોહિતભાઈ ભટ્ટ (vastrapur police arrested alcohol party accused) (ઉ.વ-33 રહે. C/404, શ્રી ક્રિષ્ણા એપાર્ટમેન્ટ જજીસ બંગલા).
9 લાખનો મુદ્દામાલ કબજે કરાયો આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PI (vastrapur police station) જે. કે. ડાંગરે જણાવ્યું હતું કે, આ તમામ આરોપીઓ દારૂ પાર્ટી કરી રહ્યા હતા. અહીંથી 9 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગે તપાસ ચાલી રહી છે. જોકે, ઝડપાયેલા તમામ લોકો નશાની હાલતમાં હતા.