અમદાવાદઃ શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.જાડેજાને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ આવતાં હાલ તેઓ ખાનગી હોટલમાં સારવાર મેળવી રહ્યાં છે. બે દિવસ અગાઉ જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસકર્મીને પોઝિટિવ આવ્યો હતો. જે બાદ પીઆઇ જાડેજાએ પણ તેમનો રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં પીઆઇનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઇને તેમને હાલ એક હોટલમાં કૉવિડ કેર સેન્ટરમાં સારવાર અપાઇ રહી છે. પીઆઇને કોરોના પોઝિટિવ આવતાં સ્ટાફના કેટલાક લોકોને ક્વોરન્ટીન પણ કરવામાં આવ્યાં છે.
વસ્ત્રાપુર PI જાડેજા કોરોના પોઝિટિવ, હાલ હોટલના કોવિડ કેરમાં સારવાર હેઠળ
ગુજરાતમાં અમદાવાદ જેવું મુખ્ય શહેર કોરોનાની જકડમાં છે. ત્યારે કોરોના લૉકડાઉન પડ્યું ત્યારથી પોલિસ વિભાગ ખડેપગે નિયમોનું પાલન કરાવી રહ્યો છે. પોલિસ કર્મચારીઓને કોરોના વોરિયર્સ તરીકેની ભૂમિકા ભજવતાં કોરોનાના સકંજામાં પણ આવવું પડે છે. જાણવા મળ્યા મુજબ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા પણ કોરોનાના શિકાર બન્યાં છે.