- આજ બુધવારથી શરૂ કરવામાં આવ્યું છે કોરોનાની રસી માટેનું રજીસ્ટ્રેશન
- 18થી 45 વયના લોકોનું શરૂ કરવામાં આવશે રસીકરણ
- રજિસ્ટ્રેશન ફરજિયાત છે અને થયા બાદ આવશે તમારો નંબર
અમદાવાદઃ કોરોના મહામારીની બીજી લહેરની વચ્ચે 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને 1 મેથી રસી આપવામાં આવશે. રસીકરણનો આ ત્રીજો તબક્કો હશે. આ માટે આજ બુધવારથી રજિસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે. આ નવી વ્યવસ્થાને લઈને કેન્દ્ર સરકારે નવી પોલિસી તૈયાર કરી છે. 18થી 45 વર્ષની વચ્ચેના લોકો રજિસ્ટ્રેશન કરાવ્યા વિના રસી નહીં લગાવી શકે. રસી માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. કોરોનાની રસી લેવા માટે રજિસ્ટ્રેશન કઇ રીતે કરવું સહિતની તમામ માહિતી અમે આ અહેવાલ મારફતે જણાવશું.
રસી માટે ક્યારે આવશે તમારો નંબર?
- 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસી આપવામાં આવશે
- આ માટે કોવિન વેબ પોર્ટલ દ્વારા રજિસ્ટ્રેશન કરવું પડશે
- આજ બુધવારથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે
- આપ કોવિન પોર્ટસ https://selfregistration.cowin.gov.in/ પર લોગ-ઇન કરીને રજિસ્ટ્રેશન કરી શકો છે
- રજિસ્ટ્રેશનની પ્રોસેસ આજે બુધવારની સાંજે 4 વાગ્યાથી શરૂ થશે
- રજિસ્ટ્રેશન કર્યા બાદ તમને રસીકરણ માટે એક સમય આપવામાં આવશે
શું રજિસ્ટ્રેશન વગર નહીં મળે કોરોનાની રસી?
કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, રજિસ્ટ્રેશન કરાવ્યા વગર કોરોનાની રસી આપવામાં આવશે નહીં, Mygov ટ્વીટર એકાઉન્ટ પર સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, 18 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ માટેનું રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી થશે અને રસીકરણ માટે સમય આપવામાં આવશે.
આ પણ વાંચોઃ અમદાવાદના વણી ગામમાં રસીકરણ કરવામાં આવ્યું
રસીકરણ કેન્દ્ર પર થશે રજિસ્ટ્રેશન?
45 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે Walk in Registration એટલે કે રસીકરણ સેન્ટર પર સ્પોટ રજિસ્ટ્રેશનની સુવિધા પહેલાની જેમ ચાલુ રહેશે. 18 વર્ષથી ઉપરના લોકોએ કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. 18થી 45 વર્ષની ઉંમરના લોકોની સંખ્યા વધારે છે. તેથી રસીકરણ કેન્દ્ર પર સંભવિત ભીડથી બચવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે.
રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?
PIBએ સરકાર વતી રજિસ્ટ્રેશન પ્રક્રિયાની જાણકારી આપી છે. કોરોના રસી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પહેલાની જેમ જ છે. તમારે રસી માટે કોવિન પોર્ટલ (https://selfregifications.cowin.gov.in/) પર અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશન દ્વારા રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
આ પણ વાંચોઃ મહેસાણામાં નવી 10 જગ્યાએ કોરોના ટેસ્ટિંગ અને રસીકરણની કામગીરી યોજાઈ
- https://selfregistration.cowin.gov.in પોર્ટલ પર રજિસ્ટ્રેશનનો વિકલ્પ હશે
- અહીં તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવો પડશે અને ગેટ OTP પર ક્લિક કરવું પડશે
- તમારા મોબાઈલ નંબર પર OTPનો મેસેજ આવશે
- આ મેસેજને તમારે 180 સેકન્ડની અંદર દાખલ કરવો પડશે
- પછી સબમિટ કરતા જ નવું પેજ ખુલશે
- અહીં તમારે તમારી વિગત ભરવી પડશે
- ત્યારબાદ ઓળખ પત્ર માટે તમે આધાર સહિત પાનકાર્ડ, પાસપોર્ટ, ચૂંટણીકાર્ડના વિકલ્પને પસંદ કરી શકો છો
- ત્યારબાદ તમને નજીકના રસીકરણ કેન્દ્રને પસંદ કરવાનો વિકલ્પ આવશે
- કેન્દ્રને પસંદ કર્યા બાદ તમે તમારી સુવિધા અનુસાર ઉપલબ્ધ સ્લોટને પસંદ કરી શકો છો
- જ્યારે તમારો નંબર આવે ત્યારે જે તે રસીકરણ કેન્દ્ર પર જઈને રસી મૂકાવવાની રહેશે.