ETV Bharat / city

Vaccination For Children In Gujarat: આજથી 15થી 18 વર્ષના બાળકોનું રજિસ્ટ્રેશન શરુ, 3 જાન્યુઆરીથી લઇ શકશે રસી - ગુજરાતમાં બાળકોમાં કોવિડ 19

3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકો માટે રસીકરણ (Vaccination For Children In Gujarat)ની કામગીરી શરૂ કરવામાં આવશે, જે 9 જાન્યુઆરી સુધી પૂર્ણ થાય તેવું આયોજન છે. બાળકોના રસીકરણ માટે 1 જાન્યુઆરીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન (registration for child vaccination) શરૂ થઈ ગયું છે.

Vaccination For Children In Gujarat: આજથી 15થી 18 વર્ષના બાળકોનું રજિસ્ટ્રેશન શરુ, 3 જાન્યુઆરીથી લઇ શકશે રસી

author img

By

Published : Jan 1, 2022, 9:05 PM IST

અમદાવાદ: આજથી દેશભરમાં 15થી 18 વર્ષના બાળકોના રસીકરણ (Vaccination For Children In India) માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં પણ કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ત્રીજી જાન્યુઆરીથી બાળકોનું રસીકરણ શરૂ કરી દેવામાં આવશે, જે અંતર્ગત રાજ્યોનું આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. તો બીજી તરફ બાળકોએ પણ પોતાના રસીકરણ માટે થઈને સ્લોટ બુક કરવાના શરૂ (registration for child vaccination) કરી દીધા છે.

3થી 9 જાન્યુઆરી વચ્ચે રસીકરણની કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

ગુજરાત રાજ્યમાં આશરે 35થી 40 લાખ બાળકોને રસી (Vaccination For Children In Gujarat) આપવામાં આવશે. આ માટે તારીખ 3થી 9 જાન્યુઆરી વચ્ચે રસીકરણની કામગીરી (Vaccination In India) પૂર્ણ કરવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. 7મી જાન્યુઆરીએ એક મેગા ડ્રાઇવ (Mega Drive For Vaccination In Gujarat)નું પણ આયોજન કરવામાં આવ્યું છે. બાળકો સરકારી સેન્ટર (Government vaccination center In Ahmedabad) અને સાથે જ ખાનગી હોસ્પિટલ (Private vaccination center In Ahmedabad)માં પણ રસી લઈ શકે છે. સરકારી સેન્ટર પર બાળકોને રસી આપવામાં આવશે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં રસીની કિંમત ચૂકવવી પડશે. બાળકોના રસીકરણ માટે તમામ રાજ્યોએ કમર કસી છે.

આ પણ વાંચો: Children Vaccination 2022: અમદાવાદ મહાનગરપાલિકા 3 લાખ બાળકોનું રસીકરણ કરશે

દરેક જિલ્લાની શાળાઓમાં રસીકરણની વ્યવસ્થા

દરેક જિલ્લાની શાળાઓમાં રસીકરણ માટે અલાયદા વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.

બાળકોના રસીકરણ માટેની તમામ તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. બાળકોનું રસીકરણ આ સમયે સમયની માંગ છે અને એટલા માટે જ બહુ જરૂરી છે. દેશમાં 15 થી 18 વર્ષની ઉંમરના લગભગ 8 કરોડ બાળકો છે. રસીકરણના ફાયદા આ તમામ બાળકોને મળશે અને કોરોના (Corona In Gujarat)ની વિરુદ્ધ બાળકોને રક્ષણ પણ મજબૂત રીતે મળી રહેશે. દરેક જિલ્લાની શાળાઓમાં રસીકરણ (Vaccination In Schools In Gujarat) માટે અલાયદા વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે અને જે બાળકો ડ્રોપ આઉટ હોય કે શાળાએ ન જતા હોય તેમના માટે પણ અલગ વ્યવસ્થા સેન્ટર પર ઊભી કરવામાં આવી રહી છે. રાજ્યના DDO અને TDO, જિલ્લા કલેકટર અને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે આ બાબતે વિડીયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા પણ કરવામાં આવી છે. બાળકો સંક્રમિત થઈ કોવિડ (Covid 19 In Children In Gujarat)નો ભોગ ન બને તે માટે તેમને ઝડપથી રસી આપવામાં આવશે.

કેવી રીતે રજિસ્ટ્રેશન કરશો?

સૌથી પહેલા www.cowin.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે. જો તમે કોવિડ રજિસ્ટર નથી તો પહેલાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અહીં તમારા બાળકનું નામ, ઉંમર જેવી કેટલીક માહિતી આપવાની રહેશે. રજિસ્ટ્રેશન પૂરું થયા બાદ પોતાના મોબાઈલ નંબર પર કન્ફર્મેશન મેસેજ આવશે, ત્યારબાદ તમારે વિસ્તારનો પીનકોડ નાંખવાનો રહેશે. ત્યારબાદ તમારી સામે રસીકરણ સેન્ટરનું લિસ્ટ (Vaccination Centers In Gujarat) આવશે. તમારે તારીખ અને સમયની સાથે પોતાનો રસીકરણ સ્લોટ બુક કરવાનો રહેશે. આ બધું જ કર્યા બાદ તમે રસીકરણ સેન્ટર પર જઈ પોતાના બાળકને રસી લગાવી શકશો.

ભારતભરમાં અત્યાર સુધી કેટલા બાળકોએ કર્યું રજિસ્ટ્રેશન

કોરોના રજિસ્ટ્રેશન કરવા માટે થઈને ઓનલાઇન જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમાં વહેલી સવારથી જ 15થી 18 વર્ષના બાળકો દ્વારા સતત રજિસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે, જેમાં દેશમાં ઓનલાઇન માધ્યમથી કુલ 1,90,057 લોકોએ અત્યાર સુધીમાં રજિસ્ટ્રેશન કરી દીધું છે. તો આગામી દિવસમાં ભારતભરના બાળકોને રસીકરણ આપવા માટે થઈને માતા-પિતા પણ આગળ આવી રહ્યા છે.

બાળકોને ઘરેઘરે જઇને રસી આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની માંગ

15 વર્ષથી 18 વર્ષના બાળકો માટે ઘરેઘરે જઈને રસી આપવી જોઇએ.

બાળકોના માતા-પિતાઓએ જણાવ્યું કે, આશા વર્કર બહેનો અને પોલિયો આપવા માટે જતી બહેનો જે પ્રકારે ઘરેઘરે જઈને નાના બાળકોને પોલિયોની રસી આપતી હોય છે તે જ પ્રકારે સરકારે એક વ્યવસ્થા ઉભી કરવી જોઈએ, જે 15 વર્ષથી 18 વર્ષના બાળકો માટે ઘરેઘરે જઈને કોરોનાના રસીકરણ અંગે સર્વે કરી જાગૃતા ફેલાવે, જેથી કોરોના સામે બાળકો ઝડપથી રક્ષણ મેળવી શકે.

આ પણ વાંચો: Corona vaccination for children: બાળકોને નવો કોરોનાનો મ્યુટેન્ટ અસર નહીં કરે તેવુ માનવું તે ભ્રમ : ડૉ.પ્રવીણ ગર્ગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.