અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વર્ષોથી લોકો પોળોમાં ઉત્તરાયણની ઉજવણી કરે જ છે. હવે પશ્ચિમ વિસ્તારના લોકો પણ અમદાવાદની હેરીટેજ પોળ વિસ્તારમાં ધાબા ભાડે રાખી ઉત્તરાયણની ઉજવણી કરવા આવે છે.
આ વર્ષેની ઉત્તરાયણમાં પણ શહેરી વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં પોળોમાં આવે છે. તેઓ અહીં ભાડા પર ધાબા રાખે છે, અને પોળોની ઉત્તરાયણનો આનંદ માણે છે. હેરીટેજ સિટી અમદાવાદની હેરીટેજ ઉત્તરાયણની ઉજવણી તો માત્ર પોળોમાં જ થાય છે.