ETV Bharat / city

Urea Fertilizer Chemical Scam In Ahmedabad: દાણીલીમડાથી ઝડપાયું યુરિયા ખાતરથી કેમિકલ બનાવવાનું કૌભાંડ, ફેક્ટરી માલિક ફરાર - દાણીલીમડા પોલીસ અમદાવાદ

અમદાવાદના દાણીલીમડામાં પ્રભુદાસ એસ્ટેટ (ahmedabad danilimda prabhudas estate)માં રાજસ્વી ફેક્ટરીમાં યુરિયા ખાતરનો ઉપયોગ કરીને કેમિકલ બનાવવાનું કૌભાંડ (Urea Fertilizer Chemical Scam In Ahmedabad) ઝડપાયું છે. પોલીસે ફેકટરીના મેનેજરની ધરપકડ કરી છે, જ્યારે ફેક્ટરીનો માલિક ફરાર છે જેની શોધખોળ શરૂ કરી છે.

Urea Fertilizer Chemical Scam In Ahmedabad: દાણીલીમડાથી ઝડપાયું યુરિયા ખાતરથી કેમિકલ બનાવવાનું કૌભાંડ, ફેક્ટરી માલિક ફરાર

author img

By

Published : Dec 25, 2021, 9:45 PM IST

અમદાવાદ: દાણીલીમડામાં ગેરકાયદેસર યુરિયા ખાતરનો ઉપયોગ કરીને કેમિકલ બનાવવાનું કૌભાંડ (Urea Fertilizer Chemical Scam In Ahmedabad) ઝડપાયું. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કેમિકલ બનાવીને બીજા રાજ્યોમાં વેચવામાં આવતું હતું. પોલીસે ફેક્ટરીના માલિકની શોધખોળ શરૂ કરી છે.

276 થેલી યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો

દાણીલીમડામાં પ્રભુદાસ એસ્ટેટ (ahmedabad danilimda prabhudas estate)માં રાજસ્વી ફેક્ટરીમાં યુરિયા ખાતરનો ઉપયોગ કરીને કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસને બાતમીના આધારે રેડ કરતા 276 થેલી યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો ગેરકાયદેસર રાખેલો હોવાથી પોલીસે ફેકટરીના મેનેજર જયેશ સોલંકીની ધરપકડ કરી છે. પોલીસે ફેક્ટરીના માલીક પુષ્પરાજ રાજસ્વીની શોધખોળ શરૂ કરી છે.

રાધનપુરથી યુરિયા ખાતરનો જથ્થો લાવતા હતા

આરોપી યુરિયા ખાતરથી કેમિકલ બનાવીને બીજા રાજ્યોમાં દોરી બનાવવાની ફેક્ટરીમાં વેંચતા હતા. આ કેમિકલનો ઉપયોગ દોરીને મજબૂત બનાવવા થાય છે. યુરિયા ખાતર, એકીલા માઇડ કલર, અને રિયાઝ સાઇઝર પીએફ નામનું કેમિકલ ભેળવીને કેમિકલ બનાવીને વેચાણ કરવામાં આવે છે. મળતી માહિતી પ્રમાણે આરોપીઓ રાધનપુરથી યુરિયા ખાતર (urea fertilizer radhanpur)નો જથ્થો લાવતા હતા.

મુખ્ય સુત્રધાર ફેક્ટરીનો માલિક પુષ્પરાજ રાજસ્વી ફરાર

યુરિયા ખાતરના ગેરકાયદેસર ઉપયોગને લઈને મુખ્ય સુત્રધાર ફેક્ટરીનો માલિક પુષ્પરાજ રાજસ્વી ફરાર છે.

આરોપીઓ છેલ્લા 7 વર્ષથી ગેરકાયદેસર યુરિયા ખાતરનો જથ્થો લાવીને કેમિકલ બનાવીને જુદા જુદા રાજ્યોમાં કેમિકલ સપ્લાય કરતા હોવાનો ખુલાસો થયો છે. સબસિડી યુરિયા ખાતરનો ગેરકાયદેસર ઉપયોગ કરવાને લઈને દાણીલીમડા પોલીસે (danilimda police ahmedabad) ગુનો નોંધી જયેશ સોલંકીની પૂછપરછ શરૂ કરી છે. યુરિયા ખાતરના ગેરકાયદેસર ઉપયોગ (Illegal use of urea fertilizer in gujarat)ને લઈને મુખ્ય સુત્રધાર ફેક્ટરીનો માલિક પુષ્પરાજ રાજસ્વી ફરાર છે, જેની ધરપકડને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ રાધનપુરમાંથી યુરિયા ખાતર કોની પાસેથી લાવતા હતા અને અન્ય કેટલા આરોપીની સંડોવણી છે તે તમામ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Alcohol seized in Ahmedabad: વાડજ પોલીસે થર્ટી ફર્સ્ટ પહેલાં પકડ્યો દારૂ, બુટલેગર ફરાર

આ પણ વાંચો: Fraud Case in Ahmedabad : આનંદનગર પોલીસે બિલ્ડર મિહિર દેસાઈની 40 લાખના છેતરપિંડી ગુનામાં ધરપકડ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.