- સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે સ્વામી સ્વામિવિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરાયું
- દિગ્વિજય દિવસના ભાગરૂપે આ પ્રતિમાનું અનાવરણ કર્યું
- સંકુલમાં વિદ્યાર્થીઓ માટે સ્વામી વિવેકાનંદજીના જીવનના પુસ્તકો મુકાયા
અમદાવાદ: રાજ્યના ગૃહપ્રધાન પ્રદિસિંહ જાડેજા દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે સ્વામી સ્વામિવિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. મહત્વનું છે કે, સ્વામીવિવેકાનંદજીએ 128 વર્ષ પહેલા આજના દિવસે અમેરિકાના શિકાગોમાં યોજાયેલી ધર્મપરિસદમાં ચિરસ્મરણીય પ્રવચન કર્યું હતું અને તેના માનમાં દિગ્વિજય દિવસના ભાગરૂપે આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
પ્રદીપસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદની વાતો કરી
દિગ્વિજય દિવસના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પ્રદીપસિંહ જાડેજા દ્વારા વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદની વાતો કરવામાં આવી હતી. ગૃહપ્રધાન દ્વારા વિવેકાનંદની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા. આ સંકુલમાં સ્વામી વિવેકાનંદની બૂકો મુકવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ વાંચી શકે અને તેમાં વિદ્યાર્થીઓ પાસેથી ચાર્જ લેવામાં નહિ આવે. વિવેકાનંદની જીવનની વાતો પુસ્તકમાં લખેલી છે.
પહેલા આખા કેમ્પસમાં ક્યાંય સ્વામીજીની ફોટો કે પ્રતિમા ન હતી
આ પ્રસંગમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. હવે ગુજરાત યુનિવર્સિટીમાં સ્વામિ વિવેકાનંદની પ્રતિમા વિદ્યાર્થીઓ જોઈ શકશે. પહેલા આખા કેમ્પસમાં ક્યાંય ફોટો કે પ્રતિમા ન હતી. જ્યારે હવે વિદ્યાર્થીઓ સરળતાથી સ્વામિ વિવેકાનંદના જીવનનો અભ્યાસ કરી શકશે.