- રાજ્યના કુદરતી આફત, પાકને થશે નુકસાન
- 13 જિલ્લામાં કમોસમી વરસાદની કરાઈ આગાહી
- આગામી 4 દિવસમાં કમોસમી વરસાદની શક્યતા
અમદાવાદ: ગુજરાત રાજ્યમાં આવતા વાવાઝોડા (Hurricanes) અને ભારે વરસાદ (Heavy Rain) તથા ઓછા વરસાદનો માર હજુ રાજયના ખેડૂતો (Farmers)ને ભુલાયો નથી, ત્યારે રાજ્યના હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા શિયાળાની સીઝન (Winter Season)માં રાજ્યના 13 જિલ્લામાં કમોસમી વરસાદ (Unseasonal rains) એટલે કે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. આગાહીને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા 13 જિલ્લાના કલેક્ટર (District Collector)ને તૈયારી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.
4 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી રાજ્યના અલગ અલગ 13 જિલ્લાઓ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો (Union Territories)માં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 17 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સામાન્યથી ઓછો વરસાદ (Less than normal rainfall) પડી શકે છે, જેને ધ્યાનમાં લઇને કલેક્ટરોને પણ આગમચેતી રૂપે સૂચનાઓ આપી દેવામાં આવી છે.
કયા જિલ્લામાં પડી શકે છે માવઠું
આણંદ, ડાંગ, સુરત, તાપી, ભરુચ, બરોડા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ દીવ આટલા જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતાઓ છે.
ખેડૂતોને આપવામાં આવી સૂચના
માવઠાની વાત કરવામાં આવે તો ખેડૂતો પોતાના ઉભા થયેલા પાકને ખેતરમાં જ રાખતા હોય છે, ત્યારે શિયાળાની સીઝનમાં પાક ખુલ્લો પડ્યો હોય છે, પરંતુ જે રીતે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે તેને ધ્યાનમાં લઇને જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતોને પણ તાત્કાલિક ધોરણે સૂચના આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આમ ખેડૂતોને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટર મારફતે ખેડૂતોને પોતાના પાકને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી છે.
આ પણ વાંચો: મોરબી ડ્રગ્સ કેસઃ ગુજરાત ATSની ટીમને મોટી સફળતા મળી, વધુ પાંચ લોકોની ધરપકડ
આ પણ વાંચો: મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ભાગેડૂ જાહેર કરાયા