- કોંગ્રેસ કોર્પોરેટરનો અનોખો વિરોધ, કોર્પોરેશનના પ્રાંગણમાં યોજ્યા લગ્ન
- લગ્ન પ્રસંગો માટે યોગ્ય જગ્યા નહીં હોવાથી વિરોધ નોંધાવ્યો
- યુગલ ઢોલ નગારા સાથે જાનૈયાઓ સાથે લગ્ન કરવા પહોંચ્યું
અમદાવાદ: શહેરના દાણીલીમડામાં કોંગ્રેસ કોર્પોરેટરે કોર્પોરેશનના પ્રાંગણમાં લગ્ન યોજીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો: ગીરના જંગલમાં નીલગાય છોડવાના રાજ્ય સરકારના નિર્ણયનો ધારાસભ્ય રીબડીયાએ વિરોધ કર્યો
કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો વિરોધ
શહેરના દાણીલીમડા વિસ્તારમાં લગ્ન પ્રસંગ માટે યોગ્ય જગ્યાનો અભાવ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઓગસ્ટ 2020માં મુખ્યપ્રધાનના હસ્તે પાર્ટી પ્લોટનું ખાતમુહૂર્ત થયું હતું. જો કે એ પાર્ટી પ્લોટનું કામ આજદિન સુધી શરુ નહીં થતાં કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો હતો.
કોર્પોરેશનના પ્રાંગણમાં કરવામાં આવ્યા લગ્ન
શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન ઓફિસે મુસ્લિમ સમાજના એક યુગલ ઢોલ નગારા અને જાનૈયાઓ સાથે લગ્ન કરવા પહોંચ્યું હતું. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટરોની આગેવાનીમાં આ અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે, એક મહિનામાં પાર્ટી પ્લોટના કામનો કોઈ ઉકેલ નહી આવે તો આવનારા સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના ઘરે આ પ્રકારે લગ્નનું આયોજન કરવામાં આવશે. કોર્પોરેશનના પ્રાંગણમાં જાનૈયાઓએ જમણવારનું આયોજન કર્યું હતું, તો બીજી તરફ દાણીલીમડાના કોંગ્રેસના કોર્પોરેટર પણ જાનમાં જોંડાયા હતા.
આ પણ વાંચો: અરવલ્લીઃ ટીંટોઇમાં ગામના બિસ્માર માર્ગને લઇ ગામ લોકોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો
કોંગ્રેસના કોર્પોરેટર સહિત તમામે વિરોધ કર્યો
કોંગ્રેસના કોર્પોરેટર સહિત તમામ જે વિરોધ કરતાં હતા તેમના દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે કે, જો તેમના વિસ્તારમાં યોગ્ય હોલ નહીં બનાવી દેવામાં આવે તો કોર્પોરેશનના અધિકારીઓને ઘરની સામે આ પ્રકારે લગ્નનું આયોજન કરવામાં આવશે.