ETV Bharat / city

jagannath rath yatra 2021 : રથયાત્રા પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરશે મંગળા આરતી

જગન્નાથજીના ભક્તો જેની આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હતા તે રથયાત્રાને યોજવા રાજ્ય સરકારે નિર્ણય લઈ લીધો છે. અષાઢી બીજના દિવસે અમદાવાદ શહેરમાં કરફ્યુ સાથે રથયાત્રા યોજવામાં આવશે. આજે જ ભગવાન પોતાના મોસાળ સરસપુરથી નિજ મંદિર પોતાના ભાઈ-બહેન સાથે પરત ફર્યા છે. ત્યારે તેમના સ્વાગત સાથે આ નિર્ણય આવ્યો છે. 12મી જુલાઇ અષાઢી બીજનો દિવસ હરિભક્તો માટે ખૂબ જ મહત્વનો દિવસ રહેશે. ગત વર્ષે અષાઢી બીજના દિવસે પ્રથમ વખત જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવી નહોતી પરંતુ, આ વખતે રથયાત્રા ( jagannath rath yatra 2021 ) યોજાશે. દર વર્ષની જેમ પરંપરાગત રીતે દેશના ગૃહપ્રધાન અમિત શાહ ( Amit Shah ) રથયાત્રા પહેલા જગન્નાથજીના દર્શને આવશે. તેમજ જગન્નાથ મંદિરે રથયાત્રાના દિવસે થતી મંગળા આરતી કરશે.

jagannath rath yatra 2021
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરશે મંગળા આરતી
author img

By

Published : Jul 8, 2021, 4:56 PM IST

  • અમદાવાદમાં રથયાત્રા 12 જુલાઈએ યોજાશે
  • અમિત શાહ રથયાત્રા ( jagannath rath yatra 2021 ) પહેલા કરશે મંગળા આરતી
  • મુખ્યપ્રધાન રૂપાણી અને નીતીન પટેલ કરશે પહિંદ વિધિ

ગાંધીનગર : કોરોનાકાળમાં અમદાવાદમાં વર્ષોથી યોજાતી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાને મંજુરી આપવી કે નહીં તેના પર છેલ્લા ઘણા દિવસોથી સરકારની કામગીરીમાં ગતી આવી હતી અને સરકારના નિર્ણય માટે જગન્નાથજીના ભક્તો અને ગુજરાતની જનતા પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે ( ગુરૂવારે ) ભગવાન જગન્નાથ મોસાળથી નિજ મંદિર પરત ફરતા જ રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી આ વર્ષની રથયાત્રાને ( jagannath rath yatra 2021 ) શરતી મંજુરી આપવાની જાહેરાત કરી હતી. ગત વર્ષે કોરોનાને કારણે હાઈકોર્ટના નિર્દેશ અનુસાર રદ થયેલી રથયાત્રા આ વર્ષે યોજશે પરંતુ સંપૂર્ણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવા પ્રશાસનને નિર્દેશ અપાયા છે. માત્ર ખલાસીભાઈઓ અને મંદિર ટ્રસ્ટના લોકો જ આ રથયાત્રામાં હશે ભક્તોને ઘરેથી દર્શન કરવા માટે અનુરોધ કરાયો છે.

પ્રદીપસિંહ જાડેજાએ કરી પત્રકાર પરિષદ

કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે રથયાત્રાને મંજુરી

ગૃહપ્રધાને પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે, મંદિર અને ગૃહવિભાગ પાસેથી રથયાત્રા યોજવા બાબલે લેખિત અને મૌખિક વિકલ્પો મંગાવાયા હતા. અત્યારે બીજી લહેર શાંત પડી છે , રિકવરી રેટ 98 ટકા આસપાસ છે અને ગઈકાલે ( બુધવારે ) રાજ્યમાં કોરોનાથી એક પણ મોત થયુ નથી તેથી સરકારે નિર્ણય કર્યો છે કે કોવિડ ગાઈડલાઇન્સ પ્રમાણે રથયાત્રા યોજવામાં આવશે. રથયાત્રાના સમગ્ર માર્ગ પર પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જે રસ્તે પસાર થશે ત્યાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરફ્યુ મુકવામાં આવશે તેમજ જે વિસ્તારમાંથી રથયાત્રા નીકળશે ત્યાં કરફ્યુનો અમલ કરવા અને ભીડ એકઠી ન કરવા સ્થાનિકોને અનુરોધ કરાયો છે.

અમિત શાહ કરશે મંગળા આરતી

અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું દેશના ગૃહપ્રધાન અમિત શાહને પણ ખુબ જ મહત્વ રહેલુ છે અને દર વર્ષે તેઓ રથયાત્રાના દિવસે મંગળા આરતી કરવા વર્ષોથી આવતા હોય છે ત્યારે આ વર્ષની રથયાત્રામાં પણ ( jagannath rath yatra 2021 ) કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજરી આપી મંગળા આરતી કરશે. આ સાથે જ રાજ્યના મુખ્યપ્રધાન ( CM Vijay Rupani ) અને નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલ ( Dy CM Nitin Patel ) દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે ત્યારબાદ રથયાત્રા નિજ મંદિરથી નીકળશે.

પોલીસ બંદોબસ્ત અને કોવિડ ગાઈડલાઈનનું પાલન

મહત્વનું છે કે , જે ખલાસીએ વેકસીનના બન્ને ડોઝ લીધા હશે તમને અગ્રીમતા આપવામાં આવશે, રસી ન લીધી હોય તો 48 કલાક પહેલાનો RTPCR રિપોર્ટ જરૂરી રહેશે. ત્યારબાદ જ રથ ખેંચવાની મંજુરી આપવામાં આવશે. આ સાથે જ સરસપુર ખાતે જાહેર રસોડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાંની હદમાં કરફ્યુ રહેશે. અમદાવાદ શહેરનના એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત રખાશે. 4 થી 5 કલાકમાં યાત્રા પૂર્ણ થશે તેવું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સવાર ના 7 થી 2 વાગ્યા સુધી કરફ્યુ રહેશે.

ગાઈડલાઈનના ઉલ્લંઘન કરનાર સામે લેવાશે પગલા

ETV Bharatએ પ્રશ્ન પુછ્યો હતો કે , આજે થયેલા મામેરાની વિધિમાં પણ અનેક લોકો માસ્ક વગર જોવા મડ્યા હતા અને મંદિરના પુજારી પણ માસ્ક વગર હતા જો આ રીતે રથયાત્રામાં ગાઈડલાઈનનું પાલન નહીં થાય તો શું કરાશે ? ત્યારે ગૃહપ્રધાન પ્રદીપસિંહે જવાબ આપ્યો હતો કે , શરતો ને આધીન જ પરવાનગી આપવામાં આવી છે, જો કોવિડ ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરવામાં આવશે તો સ્થાનિક તંત્ર કાયદેસરની કાર્યવાહી કરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.