ETV Bharat / city

Pradhan Mantri Garib Kalyan Yojana : સપ્ટેમ્બર માસ સુધી રેશનકાર્ડ ધારકોને  મફત અનાજ આપીશું : નરેશ પટેલ - Free Grain Plan in Gujarat

ભાજપનો સામાજિક ન્યાય પખવાડિયામાં રેશનકાર્ડ ધારકોને અન્ન વિતરણનો (Ration Card Holders in Gujarat) પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાતના 71 લાખ કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (Pradhan Mantri Garib Kalyan Yojana) અંતર્ગત અનાજ અપાશે.

Pradhan Mantri Garib Kalyan Yojana : સપ્ટેમ્બર માસ સુધી રેશનકાર્ડ ધારકોને  મફત અનાજ આપીશું : નરેશ પટેલ

author img

By

Published : Apr 14, 2022, 8:34 AM IST

અમદાવાદ : ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યમાં સામાજિક ન્યાય પખવાડિયું (Ration Card Holders in Gujarat) ઉજવાઈ રહ્યું છે. ત્યારે રેશનકાર્ડ ધારકોને અન્ન વિતરણનો પ્રારંભ થયો છે. કોરોના કાળમાં મફત અન્ન વિતરણનો પ્રથમ તબક્કો 2020માં પ્રારંભ થયો હતો. પુરવઠા પ્રધાન નરેશ પટેલ જણાવ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (Pradhan Mantri Garib Kalyan Yojana) અંતર્ગત મળવાપાત્ર અનાજ ઉપરાંત વ્યક્તિ દીઠ 05 કિલો વધુ અનાજ અપાઇ રહ્યું છે.

સપ્ટેમ્બર મહિના સુધી રેશનકાર્ડ ધારકોને મળશે અનાજ

આ પણ વાંચો : Gujarat Budget 2022: અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં 1,526 કરોડ રૂપિયાની જોગવાઈ

અન્ન વિતરણનો છઠ્ઠો તબક્કો - વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં 80 કરોડ લોકોએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મળવાપાત્ર અનાજનો લાભ લીધો છે. ગુજરાતમાં 71 લાખ કાર્ડ (Distribution of Food to Ration Card Holders) ધારકો છે. જ્યારે 3.5 કરોડ જનતાને આનો લાભ મળે છે. આ માટે 180 મેટ્રીક ટન અનાજ આપવામાં આવે છે. જેમાં બે રૂપિયે કિલો ઘઉં અને ત્રણ રૂપિયે કિલો ચોખા આપવામાં આવે છે. કોરોનાની ગંભીર મહામારીથી ઉત્પન્ન થયેલ આકરી પરિસ્થિતિમાં માનનીય વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના થકી રાજ્યના (Benefits of Food in Gujarat) તમામ NFSA લાભાર્થી કુટુંબોને વધુ 28 લાખ ટન અન્ન વિનામૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય સરકારે કર્યુ છે.

આ પણ વાંચો : બારડોલીમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ રેશનકાર્ડના હુકમોનું વિતરણ

સપ્ટેમ્બર મહિના સુધી અનાજ વિતરણ - વધુમાં જણાવ્યું હતું કે, દર મહિને ગુજરાતમાં સપ્ટેમ્બર મહિના સુધી મફત અનાજ યોજના (Free Grain Plan in Gujarat) ચાલશે. અત્યાર સુધીમાં 1.5 લાખ લોકોએ અનાજ લીધું છે અને ગઈકાલે દિવસમાં 3 લાખ લોકો અનાજ વિતરણ થયું હતું. ઉલ્લેખનીય છે કે, અન્ન, નાગરિક પુરવઠા (Food, Civil Supplies) અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ 1526 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના દરેક કુટુંબની અન્ન સલામતી સુનિશ્ચિત કરવી અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ નોંધાયેલ 71 લાખ કુટુંબોને રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્ય વસ્તુઓ પૂરી પાડવીએ સરકારની પ્રાથમિકતા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.