- સંબંધોને શર્મશાર કરતો કિસ્સો
- માસાએ સગીર વયની ભાણી પર દુષકર્મ આચર્યુ
- ભાણીને ઘરે મદદ કરવાના બહાને બોલાવી દુષકર્મ આચર્યુ
અમદાવાદ: પોલીસ ગિરફતમાં માસ્ક પહેરીને ઉભેલા આરોપીનું મોઢું બતાવવા લાયક નથી. કારણ કે, નરાધમ આરોપીએ પોતાની 15 વર્ષની સગીર વયની ભાણી પર દુષકર્મ આચર્યુ હતુ. ઘટનાની વાત કરીએ તો આરોપી અને તેની પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની રીસાઈ જતી રહી છે. જેથી આરોપી માસાએ સાળીને ઘરમાં કોઈ ન હોવાથી મદદ કરવા માટે ભાણીને મોકલવાનું કહ્યું. જેથી 15 વર્ષીય ભાણીને મોકલી હતી, પરંતુ નરાધમ માસાએ સગીર ભાણીને પિંખી નાખી હતી.
આ પણ વાંચો: કચ્છ: 3 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરાઈ
નરાધમ માસા 3 બાળકોનો પિતા
નરાધમ માસા 3 બાળકોનો પિતા છે. પત્ની રીસાઈ જતી રહી હોવાથી નાના બાળકોની દેખભાળ માટે ભાણીને બોલાવી હતી, પરંતુ નરાધમ માસાએ સગીર ભાણી પર બે બે વાર મરજી વિરુદ્ધ દુષકર્મ આચર્યુ હતુ. જોકે, સગીરાની મોટી બહેન માસાના ઘરે આવી ત્યારે બાથરૂમમાં સગીરા કપડાં લોહી વાળા જોયા બાદ પૂછતાં બહાર આવ્યું હતું કે માસાએ આ કૃત્ય આચર્યું છે. જેથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આરોપીની પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેણે ભાણી સાથે દુષકર્મ આચર્યુ હતુ. ત્યારે હાલ નરાધમ આરોપીની ધરપકડ કરી મેડિકલ ટેસ્ટ કરાવી વધુ તપાસ શરૂ કરાઇ છે.
આ પણ વાંચો: ઈન્દોર : કોરોનાગ્રસ્ત મહિલ સાથે થયું દુષ્કર્મ