ETV Bharat / city

અમદાવાદ: સુરતથી રિક્ષામાં લાખો રૂપિયાનો ગાંજો લઈને આવેલા 2 ઝડપાયા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 31.350 કિલો ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. આ બન્ને આરોપી સુરતથી ગાંજો લઇને આવી રહ્યા હતા. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે બન્નેની ધરપકડ કરી છે.

ETV BHARAT
સુરતથી રિક્ષામાં લાખો રૂપિયાનો ગાંજો લઈને આવેલા 2 ઝડપાયા
author img

By

Published : Jul 21, 2020, 6:56 PM IST

અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રિક્ષામાં લાખોની કિમતનો ગાંજો લઈને આવી રહેલા 2 આરોપીની ધરપકડ કરી છે. બન્ને આરોપીઓ ગાંજો લેવા રિક્ષામાં સુરત ગયા હતા અને અમદાવાદમાં આવતા જ ક્રાઈમ બ્રાન્ચે 31.350 કિલો ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, રિક્ષામાં એક ડ્રાઈવર અને અન્ય એક શખ્સ ગાંજો લઈને આવી રહ્યા છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે નારોલ લાંભા રોડ પર રિક્ષાની તપાસ કરી હતી. આ દરમિયાન ડ્રાઈવર સીટની નીચે 5 પેકેટ, સીટની પાછળ 3, એન્જીનની પાસે 7 પેકેટ સાથે કુલ 15 પેકેટ મળી આવ્યા હતા. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગાંજા સાથે રિક્ષા ચાલક સબ્બીર હુસૈન, અને આફતાબ અન્સારીની ધરપકડ કરી હતી.

સુરતથી રિક્ષામાં લાખો રૂપિયાનો ગાંજો લઈને આવેલા 2 ઝડપાયા

બન્ને આરોપીની ધરપકડ બાદ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, રિક્ષા ચાલક આફતાબ અન્સારીનો મિત્ર હતો. જેથી બન્ને વચ્ચે સુરત ગાંજો લેવા જવાની વાત થઇ હતી અને બાદમાં બન્ને 19 જુલાઈએ રાત્રીના સમયે રિક્ષા લઈને ગાંજો લેવા નીકળ્યા હતા. આ બન્ને શખ્સ કીમ પાસેથી ગાંજો લઈને અમદાવાદ આવી રહ્યા હતા.

હાલ ક્રાઈમ બ્રાન્ચે બન્ને આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.