- ગુજરાત હાઇકોર્ટના જજની સુપ્રીમ કોર્ટમાં વરણી
- રાજ ભવન ખાતે વિદાય સમારોહ યોજાયો
- બેલા ત્રિવેદી અને વિક્રમનાથ હવે સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિભાવશે ફરજ
ગાંધીનગર: રાષ્ટ્રપતિએ ગુજરાત હાઇકોર્ટના 2 મુખ્ય ન્યાયમૂર્તિ એવા જસ્ટિસ વિક્રમનાથ અને બીનાબેન ત્રિવેદીની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂંક કરી છે ત્યારે શનિવારે ગાંધીનગર રાજભવન ખાતે બેલાબેન ત્રિવેદી અને વિક્રમ નાથનું વિદાય સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ વિદાય સમારોહમાં હાજર રહ્યાં હતાં.
વિદાય સમારોહમાં કોણ કોણ રહ્યું હાજર
ગુજરાત હાઇકોર્ટના જજ બેલાબેન ત્રિવેદી અને વિક્રમનાથના વિદાય સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ એમ.આર શાહ તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, મહેસૂલપ્રધાન કૌશિક પટેલ, કાયદાપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કાયદા રાજ્યપ્રધાન પ્રદીપસિહ જાડેજા તેમજ ગુજરાત વડીઅદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ, એડવોકેટ જનરલ કમલભાઈ, રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો સહિત ન્યાયક્ષેત્ર સાથે જોડાયેલા પૂર્વ ન્યાયધીશઓ વગેરે આ વિદાય સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં
સીએમ રૂપાણી શાલ ઓઢાડીને સન્માન કર્યું
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વિદાય લઈ ગયેલા ગુજરાત હાઇકોર્ટના જજ એવા બેલાબેન ત્રિવેદી અને વિક્રમ નાખને સાલ ઓઢાડીને અને સ્મૃતિ ભેટ આપીને તેમનું સન્માન કર્યું હતું.