ETV Bharat / city

કોરોના કાળમાં મૃત્યુ પામેલા 6 જજ અને 39 વકીલોને અપાઇ શ્રદ્ધાંજલિ

author img

By

Published : Mar 8, 2021, 5:43 PM IST

Updated : Mar 8, 2021, 7:14 PM IST

વૈશ્વિક કોરોના મહામારીમાં ઘણાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતાંં, જેમાં અમદાવાદ શહેરના 6 જજ અને 39 વકીલોનો પણ સમાવેશ થાય છે. ત્યારે બાર એસોસિએશન દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

અમદાવાદ
અમદાવાદ
  • સીટી સિવિલ કોર્ટમાં અપાઈ શ્રદ્ધાંજલિ
  • દરેકને માસ્ક પહેરવા પણ અપાઈ સૂચના
  • હાઇકોર્ટના 3 જજના થયા મૃત્યુ
    કોરોના કાળમાં મૃત્યુ પામેલા 6 જજ અને 39 વકીલોને અપાઇ શ્રદ્ધાંજલિ

અમદાવાદ: વૈશ્વિક કોરોના કાળમાં જીવ ગુમાનારાઓનો આંકડો ખૂબ મોટો છે, ત્યારે અમદાવાદમાં કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામેલા 6 જજ અને 39 વકીલોને આજે ભદ્ર ખાતે આવેલી સીટી સિવિલ કોર્ટ ખાતે શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, હજી નીચલી અદાલતમાં પ્રત્યક્ષ સુનવણીને શરૂ થયાને એક અઠવાડિયું જ થયું છે ત્યારે સૌ કોઈએ આ કાર્યક્રમમાં હાજર રહી શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પણ વાંચો:સિવિલ જજની ભરતીમાં 10 ટકા EWS ક્વોટા લાગુ કરવાની માગ, હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ

બાર એસોસિએશને કર્યુ હતું કાર્યક્રમનું આયોજન

મહત્વનું છે કે, 6 જજમાંથી 3 હાઇકોર્ટના જજીસ, જ્યારે એક એક્ટિંગ ચીફ જસ્ટિસ, એક સ્મોલ કોર્ટ જસ્ટિસ અને એક સીટી સિવિલ જજ હતા. આ કાર્યક્રમ અમદાવાદ બાર એસોસિયેશન અને સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશન તરફથી રાખવામાં આવ્યો હતો.

કાર્યક્રમ સમયે માસ્ક પહેરવા અપાઈ સૂચના

1 માર્ચથી નીચલી અદાલતમાં પ્રત્યક્ષ સુનવણી શરૂ કરવા નીચલી અદાલતોને મંજૂરી મળી છે ત્યારે નિર્દેશો પ્રમાણે માસ્ક ન પહેરનારા વકીલોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અને ફરજીયાત માસ્ક પહેરવા માટે પણ સૂચના અપાઈ હતી.

Last Updated : Mar 8, 2021, 7:14 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.