ETV Bharat / city

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 32 વર્ષ પછી ખેલાશે ત્રિપાંખિયો તગડો જંગ - BJP is ahead in ground level campaigning

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં (Gujarat Assembly elections 2022) ગુજરાતના ઈતિહાસમાં 32 વર્ષ પછી પ્રથમ વખત ત્રિપાંખિયો જંગ (Triangle in Gujarat Assembly elections 2022) ખેલાશે. આ જંગ પણ તગડો અને ખરાખરીનો જંગ હશે. અનેક રાજકીય પક્ષો ગુજરાતમાં આવ્યાને ગયા, પણ ભાજપ અને કોંગ્રેસ સિવાય બીજો કોઈ પક્ષ ફાવ્યો નથી. ગુજરાતમાં ત્રીજો પક્ષ ફાવશે કે નહી? અને કોને નુકસાન કરશે? તે વિષય પર ETV Bharatનો વિશેષ અહેવાલ...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 32 વર્ષ પછી ખેલાશે ત્રિપાંખિયો તગડો જંગ

author img

By

Published : Oct 6, 2022, 10:14 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022) તારીખોની જાહેરાત દિવાળી વખતે જ થઈ જશે. ચૂંટણી નવેમ્બરના અંતમાં અથવા ડીસેમ્બરના પ્રથમ પખવાડિયામાં યોજાય તેવી શક્યતાઓ છે. આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખિયો પણ મજબૂત જંગ લડાશે. ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી 182 બેઠક પર ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડશે. તે હવે નક્કી છે અને જોરદાર રીતે ફાઈટ પણ આપશે.

PM નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ આમ આદમી પાર્ટી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં (Aam Aadmi Party in Punjab assembly elections) કુલ 117 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને 92 બેઠકો મળી હતી, અને સ્પષ્ટ બહમતી સાથેની સરકાર બનાવ્યા પછી ગુજરાતમાં તે બમણા જોશથી પ્રચાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ હોવાથી અરવિંદ કેજરીવાલને ગુજરાત પ્રત્યે રાજકીય રીતે વધુ લગાવ છે, અને તે જીતવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. કેજરીવાલ, મનિષ સિસોદીયા અને રાઘવ ચઢ્ઢાએ હાલ તો ગુજરાતમાં ધામા નાંખી દીધા છે.

કોંગ્રેસના 14 ધારાસભ્યો ભાજપમાં જોડાય અત્યાર સુધીના ઈતિહાસમાં ગુજરાતમાં બે જ પક્ષ વચ્ચે જંગ ખેલાતો હતો. ભાજપ અને કોંગ્રેસ. ત્રીજો પક્ષ ગુજરાતમાં ફાવતો જ નથી, અને ગુજરાતીઓ ત્રીજા પક્ષને મત આપતા નથી. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી આવી છે, અને ભાજપ રાજ કરી રહ્યો છે. સામે પક્ષે કોંગ્રેસ સતત તૂટતો રહ્યો છે. 2012થી 2017 સુધીના પાંચ વર્ષના સમયગાળામાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા 14 ધારાસભ્યો પાટલી બદલીને ભાજપમાં જોડાયા છે. એટલે કે કોંગ્રેસમાં કોઈ મજબૂત નેતાગીરીનો અભાવ જોવાઈ રહ્યો છે, આથી કોંગ્રેસ ખખડઘજ જેવી સ્થિતિમાં (Congress is in a quandary) આવી ગઈ છે.

2017માં રાજકીય પક્ષોની સ્થિતિ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2007) ભાજપ 182 બેઠક પર ચૂંટણી લડ્યો હતો અને તેમાંથી 99 બેઠક જીત્યો હતો. કોંગ્રેસ 177 બેઠક પર ચૂંટણી લડ્યો અને 77 બેઠક જીતી હતી. NCP 58 બેઠક પર ચૂંટણી લડ્યો અને એક જ બેઠક પર વિજય મળ્યો હતો. ભારતીય ટ્રાયબલ પાર્ટી (Indian Tribal Party) 6 બેઠક પર ચૂંટણી લડ્યો અને 2 બેઠક પર જીત મળી હતી. 794 ઉમેદવારો અપક્ષમાં ઉભા હતા, તેમાંથી માત્ર 3 ઉમેદવાર જીત્યા હતા. આમ આદમી પાર્ટી 29 બેઠક પર ચૂંટણી લડી હતી, તેમાં એકપણ ઉમેદવાર જીત્યો ન હતો.

2012માં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ એવી જ રીતે 2012માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2012) ભાજપને 115 બેઠક મળી હતી, કોંગ્રેસ 61 બેઠક પર જીતી હતી. NCP તેની પરંપરાગત 2 બેઠક પર જીતી હતી. જેડીયું 1 બેઠક, GPP 2 બેઠક અને અપક્ષ 1 બેઠક પર જીતી હતી. આમ 2012માં પણ ભાજપ અને કોંગ્રેસનો સીધો જંગ હતો.

2002 અને 2007માં ભાજપ કોંગ્રેસનું ચિત્ર 2007માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ 117 બેઠક પર જીતી હતી અને કોંગ્રેસ 59 બેઠક પર જીતી હતી. 2002ની વાત કરીએ તો ભાજપને 127 બેઠક મળી હતી, અને કોંગ્રેસને 51 બેઠક મળી હતી.

1990માં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો આપને જણાવી દઈએ કે 1990માં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. તેમાં શાશક પક્ષ કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન થયું હતું. 1985માં કોંગ્રેસને 149 બેઠક મળી હતી. જ્યારે 1990માં ચીમનભાઈ પટેલે જનતા દળ કર્યું અને જેડીને 70 બેઠક મળી, કોંગ્રેસને માત્ર 33 બેઠક મળી અને ભાજપને 67 બેઠક મળી હતી. જો કે તે વખતના કારણો જૂદા હતા. પણ ચીમનભાઈ પટેલે નવો જ પક્ષ જનતા દળની રચના કરીને કોંગ્રેસ સામે જ ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના જ મત કાપીને 70 બેઠક જીત્યા હતા. તે ચૂંટણીમાં ભાજપે પણ 67 બેઠક જીતીને મેદાન માર્યું હતું.

2022ની ચૂંટણી રસાકસીવાળી બનશે 1962થી શરૂ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં 2022ની ચૂંટણી વધુ રસાકસી ભરી બનશે, તે નિશ્ચિત છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રણેય પાર્ટીઓ વિધાનસભાની કુલ 182 બેઠક પર ઉમેદવારી કરશે. કોણ કોના મત કાપશે? તે જાણવું પણ રસપ્રદ બની રહેશે. તેમ છતાં આ 2022ની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે અને તેમાં કોણ બાજી મારશે? તે જનતાનો મિજાજ બતાવશે.

કોને કેટલો વોટ શેર? 2017ની ચૂંટણીમાં ભાજપને 49.97 ટકા મત મળ્યા હતા, ત્યારે કોંગ્રેસને 42.21 ટકા મત મળ્યા હતા. આ રેશિયો વચ્ચે ઝાઝુ અંતર નથી. પણ આમ આદમી પાર્ટી ચૂંટણીમાં ઝંપલાવશે તો ભાજપ અને કોંગ્રેસ બન્નેના મત કપાશે, તે નક્કી છે. પણ ત્રિપાંખિયા જંગમાં કોને કેટલા મતથી વિજય મળે છે, તે પણ વધુ મહત્વનું બની રહેશે.

કોંગ્રેસને વધુ નુકસાન થશેઃ હરેશ ઝાલા રાજકીય તજજ્ઞ હરેશ ઝાલાએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસને જ નુકસાન થાય તેમ છે, કારણ કે ભાજપ પોપ્યુલારિટીમાં(લોકપ્રિયતા) પ્રથમ સ્થાને છે. એટલે બીજા નંબરે કોંગ્રેસ છે, અને જો આમ આદમી પાર્ટી આવે તો કોંગ્રેસને નુકસાન કરી જશે. માટે કોંગ્રેસ સજાગ રહેવાની જરૂર છે. હવે સવાલ એ છે કે આપની વિચારધારાની અસર કયા વિસ્તારો પર થઈ છે, જો જોવું પડે. જો ગ્રામ્ય વિસ્તાર આપની વિચારધારાથી આકર્ષાય તો ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસને ખૂબ મોટુ નુકસાન થઈ શકે છે. પણ જો આપની વિચારધારા શહેરીજનોને આકર્ષે તો ભાજપને નુકસાન થાય છે. એટલે બહુ સ્પષ્ટ છે કે ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસને નુકસાન થાય અને શહેરી વિસ્તારમાં ભાજપના મત કપાય તે નિશ્ચિત કહી શકાય.

આમ આદમી પાર્ટી જમીની પ્રચારમાં પાછળ છે હરેશ ઝાલાએ વધુમાં ઉમેર્યું હતું કે, મતદાતા આપનો થાય છે કે નહી? મતદાતા આપનો થયો પણ તે મતદાન મથકે જાય ત્યાં સુધી તે આપનો રહેશે. એટલે કે તે મત આમ આદમી પાર્ટીની ઝોળીમાં પડશે? બીજી રસપ્રદ વાત એ છે કે આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયામાં પ્રચાર (Aam Aadmi Party campaign in social media) માટે પ્રથમ નંબરે છે. ભાજપ પાછળ છે. હવે મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટી જમીની પ્રચારમાં પાછળ છે, જ્યારે ભાજપ ગ્રાઉન્ડ લેવલs પ્રચારમાં ખૂબ જ આગળ (BJP is ahead in ground level campaigning) છે. એટલે આ બે મોટો તફાવત છે. ભાજપ મતદાતાને મતદાન મથકે લઈ જવાનો અને મત કમળને આપે ત્યા સુધીનું બુથ મેનેજમેન્ટ કરી લે છે. જેમાં આમ આદમી પાર્ટી હજી કાચી છે.

1990માં શાશક પક્ષને ખૂબ મોટુ નુકસાન થયું હતું રાજકીય વિશ્લેષ દિલીપ ગોહિલે ETV Bharatને જણાવ્યું હતું કે, 32 વર્ષ પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. 1990માં શાશક પક્ષ કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન થયું હતું. પણ આ વખતે 2022માં ચિત્ર અલગ છે. આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચારથી એમ લાગે છે કે તે કોંગ્રેસને નુકસાન કરશે. પણ મત વિભાજન થશે તો કોંગ્રેસના તો થશે જ પણ સાથે ભાજપના મત વિભાજન પણ થઈ શકવાની શક્યતાઓ છે.

17 ટકાથી વધુ વોટશેર થયો તો ભાજપને નુકસાન કરી શકે દિલીપ ગોહિલે વધુમાં કહ્યું હતું કે, એક સર્વે આવ્યો છે કે આમ આદમી પાર્ટીને સરેરાશ 17 ટકા મત મળશે. જો 17 ટકા મત મળે ત્યાં સુધી વાંધો નથી. 17 ટકા મત સુધી તે કોગ્રેસના મતોનું વિભાજન કરશે અને કોંગ્રેસને નુકસાન કરશે. પણ જો 17 ટકા ઉપર વોટ શેર ગયો તો તે ભાજપને નુકસાન કરી શકે છે. બીજી વાત આમ આદમી પાર્ટી શહેરી અને અર્ધશહેરી વિસ્તારના ફલોટિંગ મતદાતાને (Floating electorate of semi urban area) પોતાની તરફ લઈ જાય તો ભાજપને નુકસાનકર્તા બની શકે છે. કોંગ્રેસના કેટલાક ઉમેદવારો પોતોના જોરે ચૂંટણી જીતતા આવ્યા છે, ત્યા ભાજપ નજર દોડાવી રહ્યું છે, અને રણનીતિ બનાવી છે. ત્યાં આમ આદમી પાર્ટી શું કરશે તે સવાલ છે. અને ત્રીજી વાત એ કે ત્રણેય પક્ષના ઉમેદવારોના નામ જાહેર થઈ જાય પછી સ્પષ્ટપણ કહી શકાશે કે કોની કેટલી બેઠકો કપાશે અને કોને બહુમતી મળશે? હાલ આ બાબતે કયાશ કાઢવો મુશ્કેલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.