વેસ્ટર્ન ઇન્ડિયા ઓટો મોબાઇલ એસોસિએશનના (WIAA) ટ્રેનર દ્વારા શહેરમાં અકસ્માતનું પ્રમાણ ઘટે, ટ્રાફિક નિયમોથી તથા પેનલ્ટીથી વાકેફ થાય તેમજ સલામત ડ્રાયવિંગ રહે તે માટે AMC દ્વારા ડ્રાઈવરો માટે ટ્રેનિગનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેનિંગમાં RTO અધિકારીઓ તથા ટ્રાફિક પોલીસ ખાતાના અધિકારીઓ તથા amtsના ચેરમેન અતુપ ભાવસાર પણ હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે, બીઆરટીએસ અને એએમટીએસ દ્વારા અનેક અકસ્માતો સર્જાય છે. જેમાં અનેક લોકો મોતને ભેટે છે. હવે અનેક જીવ ગુમાવ્યા બાદ તંત્રએ ટ્રેનિંગ આપવાની તસ્દી લીધી છે. બીઆરટીએસ કોરીડોરમાં હવેથી એએમટીએસ બસ નહી દોડે તેવો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત સહિત તમામ શહેરોમાં મહાનગરપાલિકા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે બસ ચલાવવામાં આવે છે. ત્યારે બસ ચાલકોના રફ ડ્રાઈવિંગના કારણે અત્યાર સુધીમાં અનેક લોકો કમોતે મોતને ભેટી ચુક્યા છે. વારંવાર બસની ટક્કરથી અકસ્માત વધતા લોકોનો રોષ વધતો પણ જાય છે, જેને પગલે હવે બસ ડ્રાઈવરને અમદાવાદ મહાનગર પાલિકા ટ્રેનિંગ આપી રહી છે.