અમદાવાદઃ રાજ્યમાં સૌથી વધારે કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા અમદાવાદમાં છે, ત્યારે રાજકીય નેતાઓ પણ કોરોનાના કહેરથી બચી શક્યા નથી. થોડા દિવસ અગાઉ કોંગ્રેસ કોર્પોરેટર બદરૂદ્દીન શેખનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. એસવીપી હોસ્પિટલમાં કોરોના વાઈરસની સારવાર હેઠળ રહેલા બદરૂદ્દીનનું મૃત્યુ થયું છે. જો કે, હજુ સુધી બદરૂદ્દીન શેખના મૃત્યના સમાચાર અંગે એસવીપી હોસ્પિટલે સત્તાવાર જાહેરાત કરી નથી.
બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખના અવસાન પર શક્તિસિંહ ગોહિલનું ટ્વિટ 15 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ આવતા બદરૂદ્દીન શેખને એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ગત 17 એપ્રિલના રોજ તેમની તબિયત લથડતા તેમને વેન્ટિલેટર ઉપર ખસેડવામાં આવ્યા હતા. તે સમયે બદરુદ્દીન શેખને શ્વાસ લેવામાં તકલીફ થતા વેન્ટિલેટર ઉપર ખસેડાયા હતા. AMCના પૂર્વ નેતા વિપક્ષ અને કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદ્દીન શેખને SVP હોસ્પિટલમા વેન્ટીલેટર પર રખાયા હતાં. જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હોવાની માહિતી મળી હતી.