ETV Bharat / city

ટ્રાફિક સમસ્યા દૂર કરવા અમદાવાદમાં ટ્રાફિક બ્રિગ્રેડના જવાનોની થશે ભરતી

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા ટ્રાફિક બિગ્રેડ જવાનોની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. ટ્રાફિક સંભાળતાં જવાનોની સંખ્યામાં વધારો કરવાને લઇને લેવાયેલા નિર્ણયને પગલે રોજગાર તક પણ ઊભી થશે. ટ્રાફિક પોલીસે ટ્રાફિક બ્રિગેડની ભરતીને લઈને કાર્યવાહી શરૂ પણ કરી દીધી છે.સાથે જ જવાનોને પ્રોત્સાહન ઇનામની યોજના પણ લાવવામાં આવી રહી છે.

ટ્રાફિક સમસ્યા દૂર કરવા અમદાવાદમાં ટ્રાફિક બ્રિગ્રેડના જવાનોની થશે ભરતી
ટ્રાફિક સમસ્યા દૂર કરવા અમદાવાદમાં ટ્રાફિક બ્રિગ્રેડના જવાનોની થશે ભરતી
author img

By

Published : Aug 23, 2021, 9:57 PM IST

  • અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા ટ્રાફિક બિગ્રેડની સંખ્યામા થશે વધારો
  • ટ્રાફિક પોલીસે ટ્રાફિક બ્રિગેડની ભરતીને લઈને કાર્યવાહી શરૂ કરી
  • 700 જેટલા ટ્રાફિક બ્રિગેડ જવાનોની થશે ભરતી પ્રકિયા

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ટ્રાફિક બ્રિગેડની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. જેને લઈને ટ્રાફિક પોલીસે 700 ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. શહેરમાં વાહનોની સંખ્યાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ સતત વધી રહી છે. જેથી ટ્રાફિક બ્રિગેડના જવાનો ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે. નવા 700 ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી માટે ઓનલાઈન અરજી કરવામાં આવી છે. જેમાં શારીરિક કસોટી માટે પુરુષ માટે 800 મીટર અને મહિલાઓ માટે 400 મીટરની દોડ રહેશે અને ઉમર 18થી 35 નકકી કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયાને લઈને ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

જવાનોને પ્રોત્સાહન ઇનામની યોજના પણ લાવવામાં આવી રહી છે

ટ્રાફિક પોલીસના દર માસે સારૂ કામ કરતાં જવાનને મળશે ઈનામ
અમદાવાદ શહેરમાં 1600 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ બજાવે છે. ટ્રાફિક નિયમનમાં સતત ફરજ બજાવતાં જવાનોને લઘુતમ વેતનના પ્રશ્નોના ઉકેલ માટે પણ ટ્રાફિક ટ્ર્સ્ટ અને પોલીસે ચર્ચા કરી હતી. દર મહિને 9000 હજાર વેતનથી મોઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થતું હોવાની સમસ્યાથી ટ્રાફિક બ્રિગેડના જવાનો પીડાય છે. પરંતુ શિસ્તપાલન કરવાનું હોવાથી તેઓ કોઈ રજૂઆત નહીં કરી શકતાં હોવાનું પણ જણાવે છે. ત્યારે ટ્રાફિક બ્રિગેડના પગારના પ્રશ્નોને દૂર કરવાની સાથે હવે પોલીસે ટ્રાફિક બ્રિગેડના જવાનનું ફરજ પર પ્રોત્સાહન વધારવા દર મહિને સારી કામગીરીને લઈને પોલીસ કમિશ્નરના હસ્તે ભેટ આપવાની યોજના બનાવી છે જે ટ્રાફિક બ્રિગેડના નિરાશ જવાનોને આશાનું કિરણ બની શકશે.
actptrbrecuitment.com વેબસાઈટ પર કરી શકાશે અરજી
ટ્રાફિક બ્રિગેડની ભરતી પ્રક્રિયાને લઈને આજથી ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે. કોરોનામાં લોકડાઉનના કારણે અનેક યુવાનો બેરોજગાર બન્યાં છે. જેઓ આ ભરતીમાંં સ્વયંસેવક બનીને રોજગારીની તક મેળવી શકશે.

આ પણ વાંચોઃ ટ્રાફિક નિયમમાં હવે પોલીસકર્મીઓ અને સરકારી કર્મીઓની ખેર નહીં

આ પણ વાંચોઃ અમદાવાદ : શોભાના ગાંઠિયા જેવા ટ્રાફિક બૂથ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.