- અમદાવાદમાં વેપારીઓ થયાં લોકલ
- ચીની સામાનનો જાતે જ કર્યો બહિષ્કાર
- દર વર્ષે ચાઈના પ્રોડક્ટના કારણે ધંધામાં તેજી રહેતી
- ધંધામાં ખોટ ખાઇને પણ કર્યો બહિષ્કાર
અમદાવાદઃ શહેરના મુખ્ય બજાર એવા ભદ્ર બજારમાં નાની મોટી તમામ વસ્તુઓ મળી રહે છે અને દર વર્ષે ચાઈનીઝ પ્રોડક્ટ બજારમાં ભરપૂર જોવા મળે છે જેમ મેં દીવો, લાઈટ, એમ્બ્રોડરી વગેરે. આ તમામ વસ્તુઓનું દર વર્ષે ખૂબ જ વેચાણ થતું હતું. પરંતુ આજે બજારમાં ચાઇન પ્રોડક્ટ નહીંવત બરોબર છે.
- ધંધામાં 30થી 40 ટકાની તૂટ પડી
ચાઈના પ્રોડક્ટ બજારમાં ન વેચાવાના કારણે વેપારીઓ ધંધામાં તૂટ પડી છે. અંદાજ પ્રમાણે વેપારીઓને દર વર્ષ કરતા 30થી 40 ટકા જેટલો ઓછો ધંધો થયો છે. સ્વદેશી વસ્તુઓનું વેચાણ પણ ધીરેધીરે વધતું જોવા મળ્યું છે, સમય જતાં ચાઈનીઝ વસ્તુઓની જેમ સ્વદેશી વસ્તુઓનું વેચાણ વધશે.
- વેપારીઓ ઉત્સાહપૂર્વક સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરી રહ્યાં છે
બજારમાં ભલે ધંધો ઓછો થતો પરંતુ વેપારીઓએ પણ ચાઈનીઝ વસ્તુઓની જગ્યાએ સ્વદેશી વસ્તુઓના વેચાણનો આગ્રહ રાખ્યો છે.શરૂઆતમાં લોકોને આકર્ષવામાં વાર લાગી છે. પરંતુ ધીરે ધીરે સ્વદેશી વસ્તુઓનું પણ વેચાણ વધી રહ્યું છે.
- સ્વદેશી વસ્તુઓથી દેશને ફાયદો થશેઃ વેપારી
ETV ભારત સાથેની વાતચીતમાં વેપારીએ જણાવ્યું હતી કે જેમ જેમ સ્વદેશી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરાશે તેમ તેમ દેશમાં રોજગારી વધશે અને દેશના પૈસા દેશમાં રહેશે જેથી દેશને જ ફાયદો થશે.હજુ વેપારીઓને આશા છે કે લોકો ખરીદી કરવા આવશે અને સ્વદેશી વસ્તુઓનું વેચાણ વધશે.