ETV Bharat / city

સરખેજમાં 2500 ફુટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગાયાત્રા નીકળી દેશભક્તિમય માહોલ - Ahmedabad 15 august Celebration

સમગ્ર દેશમાં સ્વંત્રતા પર્વની જોરશોરથી ઉજવણી 15 august 2022 independence day કરવામાં આવી રહી છે. એવામાં ગુજરાતના મહાનગર અમદાવાદમાં Ahmedabad 15 august Celebration જુદા જુદા વિસ્તારમાં ધ્વજવંદન તથા તિરંગાયાત્રા યોજાઈ હતી. અમદાવાદના સરખેજ વિસ્તારમાં 2500 ફૂટ લાંબા તિરંગા સાથે વિશાળ યાત્રા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓ તથા સ્થાનિકો જોડાયા હતા. જોકે, આ તિરંગા યાત્રાની ખાસ વાત એ હતી કે, 2500 ફૂટ તિરંગા યાત્રા સાથે રાષ્ટ્રભક્તિના દ્રશ્યો જોવા મળ્યા હતા.

સરખેજમાં 2500 ફુટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગાયાત્રા નીકળી દેશભક્તિમય માહોલ

author img

By

Published : Aug 15, 2022, 4:36 PM IST

અમદાવાદઃ 15મી ઓગસ્ટના (15 august 2022 independence) રોજ દેશભરમાં 76માં સ્વાતંત્ર્ય દિવસની (Ahmedabad 15 august Celebration) ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદના સરખેજમાં 2500 ફુટ લાંબા તિરંગા સાથે યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં અનેક લોકોએ ભાગ લીધો હતો. 1 કિમી લાંબી યાત્રા દેશભક્તિના રંગમાં રંગાઈ ગઈ હતી. સરખેજથી (Sarkhej Ahmedabad) આજે 2500 ફુટ તિરંગા સાથે આજે યાત્રા શરૂ થઈ હતી. આ તિરંગા યાત્રા જુહાપુર સુધી ચાલી હતી. યાત્રામાં સ્કૂલમાં ભણતા બાળકો સ્થાનિક નાગરિકો ધાર્મિક સંપ્રદાયના વડા પોલીસ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દેશભક્તિના ગીતો સાથે યાત્રા શરૂ થઈ હતી. જેમાં આગળ લોકો ઝંડા લઈને ચાલી રહ્યા હતા. પાછળ વિશાળ યાત્રા આવી રહી હતી.

આ પણ વાંચોઃ સ્વતંત્રતા દિવસે હાઈકોર્ટના ચીફ જસ્ટિસે આપ્યો વિશેષ સંદેશ કહ્યું લોકોને હવે મળશે ઝડપી ન્યાય

દેશભક્તિનો માહોલઃ સરખેજ વિસ્તારમાં અનોખી દેશભક્તિનો માહોલ જોવા મળ્યો છે. ન માત્ર અમદાવાદ પણ સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્રભક્તિની ભાવના સાથે અનેક જગ્યાઓ પર ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રભક્તિની ભાવના સાથે દેશના સાચા વીરને યાદ કરવામાં આવ્યા હતા. વહેલી સવારથી જ મહાનગરના જુદા જુદા વિસ્તારોમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત અનેક લોકોએ પોતાના ઘર પર તિરંગો લહેરાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.