ETV Bharat / city

વિશ્વ હેરિટેજ દિવસઃ રાણીના હજીરાના નામે પ્રખ્યાત અહમદ શાહની રાણીઓની કબર - રાણીનો હજીરો

અમદાવાદની સ્થાપના કરનારા અહેમદ શાહની પત્નીઓની કબરો એટલે રાણીનો હજીરો. આ રાણીના હજીરાને પણ ઐતિહાસિક રીતે ખુબ જ ખાસ માનવામાં આવે છે. આશરે ઇ.સ. 1440માં રાણીના હજીરાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનુ નિર્માણ પથ્થરોમાં કરવામાં આવેલી કારીગરી એ ઐતિહાસિક દ્રષ્ટિએ ખુબ જ અદભુત ગણવામાં આવે છે. જેને લઇને પુરાતત્વ વિભાગ દ્વારા તેમની જાણવણી કરવામાં આવે છે.

વિશ્વ હેરિટેજ દિવસઃ રાણીના હજીરાના નામે પ્રખ્યાત અહમદ શાહની રાણીઓની કબર

author img

By

Published : Apr 18, 2021, 11:37 AM IST

  • 8 એપ્રિલે વિશ્વ હેરિટેજ દિવસ ઉજવાઈ રહ્યો છે
  • અહેમદ શાહની પત્નીઓની કબરો એટલે રાણીનો હજીરો
  • ઐતિહાસિક દ્રષ્ટિએ રાણીના હજીરાની કારીગીરી ખુબ જ અદભુત ગણવામાં આવે છે

અમદાવાદઃ શહેરના માણેક ચોક વિસ્તારમાં આવેલા રાણીના હજીરાને પુરાતત્વ વિભાગ દ્વારા ઐતિહાસિક દ્રષ્ટિએ ખુબ મહત્વ આપવામાં આવે છે. અમદાવાદની સ્થાપના કરનારા અહેમદ શાહની પત્નીઓની કબરો રાણીના હજીરામાં આવેલ છે. તેમના પશ્ચિમ ભાગના જામા મસ્જિદ આવેલ છે. જેમાં, અહમદ શાહની કબર આવેલી છે.

વિશ્વ હેરિટેજ દિવસઃ રાણીના હજીરાના નામે પ્રખ્યાત અહમદ શાહની રાણીઓની કબર

આ પણ વાંચો: વિશ્વ હેરિટેજ દિવસ: દેશની સૌથી સુંદર મસ્જિદમાંથી એક એટલે જામા મસ્જિદ

રાણીના હજીરાનું બાંધકામ ઉત્તમ શ્રેણીનું

રાણીના હજીરાનું બાંધકામ ઉત્તમ શ્રેણીનું માનવામાં આવે છે. તેમનું બાંધકામ જમીનથી ઉંચું અને દરવાજા વાળું છે. તેની દિવાલો કોતરણીવાળા પથ્થરોની બનેલી છે. આ ઉપરાંત, 36.58 મીટરનું ચોરસ ભાગમાં બાંધકામ કરવામાં આવેલું છે. પ્રટાંગણમાં પથ્થરોની બનેલી અહમદશાહ પ્રથમની અને ગુજરાત સલ્તનતના અન્ય શાસકોની રાણીઓની કબરો આવેલી છે. આ કબરો કોતરણીવાળી અને તેમાં મીના અને ધાતુની જડિત કોતરણી કરેલ છે.

આ પણ વાંચો: વિશ્વ હેરિટેજ દિવસઃ અમદાવાદના 12 દરવાજાઓ આજે પણ હેરિટેજનો ભાગ

હિંદુ, જૈન અને મુસ્લિમ સ્થાપત્ય શૈલીઓ

રાણીના હજીરામાં મુખ્ય કબર મુઘલાઇ બીબી, મહંમદ શાહ બીજાની પત્નિ અને મહમદ બેગડાની માતાની છે. જે સફેદ આરસની અને તેની ઉપર ફારસી ભાષામાં લખાણ લખેલું છે. બાજુની કબર કાળા પથ્થરની છે અને તે મુરકી બીબી, શાહ-એ-આલમની પત્નિની છે. જે રાણીની બહેન અને સિંધના જામની દીકરી હતી. આ કબરો ઉત્તમ કોતરણી ધરાવે છે. જે અહમદ શાહ પહેલાનાં વખતમાં પ્રચલિત થયાં હતાં. પથ્થરો પરની કારીગરી અને કોતરણી હિંદુ, જૈન અને મુસ્લિમ સ્થાપત્ય શૈલીઓની અસરો ધરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.