ETV Bharat / city

આજે ગુરુ પૂર્ણિમા : 'કૃષ્ણ વંદે જગતગુરુમ' - આજે ગુરુ પૂર્ણિમા

આજે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા. આ પર્વ હિંદુ ધર્મમાં મહત્વનું સ્થાન ધરાવે છે. શાસ્ત્રો કહે છે કે, મનુષ્યના જીવનમાં માતા-પિતા બાદ ગુરુનું સ્થાન આવે છે. ગુરુ વગર જ્ઞાન અધૂરું છે ગુરુકુળ માર્ગદર્શક છે.

આવતીકાલે ગુરુ પૂર્ણિમા
આવતીકાલે ગુરુ પૂર્ણિમા
author img

By

Published : Jul 23, 2021, 1:38 PM IST

Updated : Jul 23, 2021, 2:19 PM IST

અષાઢ સુદ પૂનમે આવે છે ગુરુ પૂર્ણિમા

● ધર્મમાં માતા-પિતા બાદ ગુરુનું સ્થાન

● ગુરુ જીવન માર્ગદર્શક છે

અમદાવાદ- આજે ગુરુ પૂર્ણિમા(guru purnima) છે. હિન્દુ ધર્મમાં ખુબ જ મહત્વ ધરાવતું પર્વ છે. અષાઢ સુદ પુનમ એટલે ગુરુ પૂર્ણિમા(guru purnima) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભાવિકો પોતાના ગુરુનું પૂજન કરતા હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં પ્રથમ માતા-પિતા અને ત્યારબાદ ગુરુનું સ્થાન આવે છે. જીવનમાં ગુરુનું હોવું ઘણુ જરૂરી છે.

આવતીકાલે ગુરુ પૂર્ણિમા

આ પણ વાંચો- ગુરુપૂર્ણિમા નિમિત્તે બોલીવૂડ હસ્તીઓએ સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છાઓ પાઠવી

માતા શ્રેષ્ઠ ગુરુ

જ્યોતિષાચાર્ય ડો.હેમીલ લાઠીયા ETV Bharat સાથેની વાતચીતમાં જણાવે છે કે, જીવનમાં પ્રથમ ગુરુ માતા હોય છે. તે આપણને જીવનભર માર્ગદર્શન આપે છે. ગુરુ પૂર્ણિમા(guru purnima)ને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. આ દિવસે મહાભારત(mahabharat)ના રચયીતા શ્રી વેદવ્યાસનો જન્મદિવસ છે. વેદવ્યાસે વેદનું વિભાજન ચાર ગ્રંથોમાં કર્યું. જે સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અર્થર્વવેદ કહેવાયા. આમ તેઓ વેદ વ્યાસ બન્યા. ભગવાને પ્રાચીન ઋષિમુનિઓને વેદો મંત્ર સ્વરૂપે કહ્યા હોવાથી તેને શ્રુતિ પણ કહેવાય છે.

આવતીકાલે ગુરુ પૂર્ણિમા
આવતીકાલે ગુરુ પૂર્ણિમા

આજના દિવસે ગુરુમંત્રનું જાપ કરવો

આજના દિવસે સામાન્યતઃ લોકો ભગવાન, આધ્યાત્મિક ગુરુ કે શિક્ષકનું ગુરુ તરીકે પૂજન કરતા હોય છે. ગુરુને અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જનારા કહેવામાં આવ્યા છે. તે વ્યક્તિને ઉચ્ચ તાલીમ અને શિક્ષા આપીને જીવન જીવવા લાયક બનાવે છે. આ દિવસે ગુરુમંત્ર મેળવવો જોઈએ તેમજ તેનો જાપ કરવો જોઈએ. એવું કહેવાય છે કે, જેનો કોઈ ગુરુ ન હોય તેને કૃષ્ણને ગુરુ તરીકે સ્થાપવા જોઈએ. કારણ કે, કૃષ્ણ જગતગુરુ છે.

આ પણ વાંચો- ગુરુ પૂર્ણિમાના અવસરે PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામના

આજકાલ સાચા ગુરુ મળવા અઘરા

ગુરુ જીવનમાં સંશય દૂર કરીને વિશ્વાસ વધારે છે. આજકાલ સાચા ગુરુ મળવા અઘરા છે, પરંતુ સદગુણોને પણ ગુરુ તરીકે સ્વીકારી શકાય છે.
' ગુરુ ગોવિંદ દોનો ખડે, કા કો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય'

Last Updated : Jul 23, 2021, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.