અમદાવાદઃ જીએસઆરટીસીની આ બસો સંપૂર્ણ એસીથી સજ્જ અને આરામદાયક હોય છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ બસોમાં વાઇફાઇ અને ટેલિવિઝન પણ હોય છે. સામાન્ય બસો કરતા તેમાં ટિકિટના દર ઊંચા હોય છે. જોકે ભાડું પોસાય તેવા લોકો પણ રાજ્યના અન્ય શહેરોમાં જવા માટેની લાંબા અતંરના પ્રવાસમાં આ બસોમાં મળતી સુવિધાઓના પગલે પ્રવાસ કરવાનું પસંદ કરતાં હોય છે. કોરોના પેનડેમિકની સ્થિતિ પહેલાં પણ આ બસો ઠીકઠીક પ્રવાસીઓ લાભ લઇ રહ્યાં હતાં.
આજે ST વિભાગની વધુ 40 પ્રીમિયમ બસો દોડી, પ્રવાસીઓનો નબળો પ્રતિસાદ
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા અનલોક પ્રક્રિયામાં એસટી બસો શરૂ કરવામાં આવી હતી. અત્યારે એસ.ટી. નિગમ દ્વારા દરરોજ 32,000 ટ્રીપોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ફેઝ-1 માં એસ.ટી.નિગમ દ્વારા 40 પ્રીમિયમ બસો દોડાવવામાં આવતી હતી, જેને વધારીને ફેસ-2 માં 80 બસો દોડાવાઈ રહી છે. આજથી વધુ 40 પ્રીમિયમ બસો ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ વચ્ચે દોડશે.
આજે એસ.ટી.વિભાગની વધુ 40 પ્રીમિયમ બસો દોડી, પ્રવાસીઓનો મોળો પ્રતિસાદ