અમદાવાદઃ અમદાવાદમાં હાઉસ ઓફ મેરિગોલ્ડના સ્થાપક અને અગ્રણી બિઝનેસવુમન શિલ્પા ચોકસી અમદાવાદ મહિલાઓના અધ્યક્ષ છે જેમણે ગયા મહિને ટાઈ મહિલા મંચની શરૂઆત કરી હતી. જેમાં ઘણી બધી મહિલાઓ આ મંચમાં જોડાઈ હતી. હજી પણ બધી મહિલાઓ તેમાં જોડાઈ રહી છે જેમાં એમ.એસ.એમ.ઈ અને મહત્ત્વાકાંક્ષી મહિલાઓને ટાઈમાં આમંત્રણ મળે છે.
ગયા મહિને જ ટાઈ પ્રથમ ઇવેન્ટ યોજાઇ હતી જેમાં ગુજરાતમાંથી 39 જેટલી મહિલાઓએ તેમાં ભાગ લીધો હતો. જોકે ટાઈ અમદાવાદનો ઉદ્દેશ 10 થી 15 હજારી મહિલાઓ સુધી પહોંચવાનું છે.