ETV Bharat / city

આજથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની T20 મેચની ટિકિટ રિફંડની પ્રક્રિયા શરૂ - NARENDRA MODI STADIUM

ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) સાથે પરામર્શ કરીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર માર્ચ 16, 18 અને 20 માર્ચ 2021ના રોજ રમાનારી T20 ઇન્ટરનેશનલ મેચ માટે બૂક કરવામાં આવેલી ટિકિટનું રિફંડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

AHMEDABAD
AHMEDABAD
author img

By

Published : Mar 17, 2021, 10:36 AM IST

  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માર્ચ 16, 18 અને 20ના રોજ રમાનારી મેચમાં દર્શકોની એન્ટ્રી થઈ કેન્સલ
  • T-20 મેચના રિફંડની પ્રક્રિયા આજે બુધવારથી શરૂ
  • આજે બુધવારથી ઓનલાઇન અને આવતીકાલથી ઓફલાઇન ટિકિટનું રિફંડ

અમદાવાદ: ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) સાથે પરામર્શ કરીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર માર્ચ 16, 18 અને 20 માર્ચ 2021ના રોજ રમાનારી T20 ઇન્ટરનેશનલ મેચ માટે બૂક કરવામાં આવેલી ટિકિટનું રિફંડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના વધતા કેસોને કારણે પ્રેક્ષકો વગર આ મેચ રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ટિકિટ રિફંડનો GCAનો નિર્ણય

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, GCA દ્વારા રિફંડની પ્રક્રિયા માર્ચ 17, 2021ના રોજ શરૂ કરવામાં આવશે અને માર્ચ 22, 2021ના રોજ પૂર્ણ કરવામાં આવશે. ઓનલાઇન અથવા ઓફલાઇન બૂક કરવામાં આવેલી તમામ ટિકિટનું રીફંડ આપવામાં આવશે.

આ પણ વાંચો: ભારત- ઈંગ્લેન્ડ ટી-20: મેચની ઓનલાઈન ફિઝીકલ ટિકિટ લેવા લોકો અકળાયા, સિસ્ટમ બદલવાની માગ

ઓનલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટની મૂળ કિંમત રિફંડ કરવામાં આવશે

ઓનલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટની મૂળ કિંમત (ફેસ વેલ્યુ) જે એકાઉન્ટ અને જે મોડથી ટિકિટ ખરીદવામાં આવી હશે, તે પ્રમાણે રિફંડ કરવામાં આવશે.
રિફંડ પ્રક્રિયા આજે બુધવારના રોજ બપોરે 3 કલાકે શરૂ થશે અને માર્ચ 22, 2021ના રોજ સાંજે 4 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

ઓફલાઇન ટિકિટનું રિફંડ ગેટ નંબર 1 પર આવેલી બોક્સ ઓફિસમાંથી આપવામાં આવશે

ઓફલાઇન મોડથી બૂક કરવામાં આવેલી ટિકિટના રિફંડની પ્રક્રિયા 18 માર્ચ 2021થી 22 માર્ચ 2021 સુધી સવારે 10.00 વાગ્યાથી સાંજના 4.00 વાગ્યા સુધી કરવામાં આવશે. ઓફલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટનું રિફંડ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગેટ નંબર 1 પર આવેલી બોક્સ ઓફિસમાંથી આપવામાં આવશે.

આ પણ વાંચો: ભારત-ઈગ્લેન્ડ ટી-20: કોરોનાની મહામારી વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સંપૂર્ણ ભરવા નિર્ણય

ઓફલાઇન ટિકિટનું રિફંડ લેવા ફોટો ઓળખપત્ર જરૂરી

ઓફલાઇન મોડથી બૂક કરવામાં આવેલી ટિકિટનું રિફંડ તેની છાપેલી કિંમત (ફેસ વેલ્યુ) મુજબ ઓરિજનલ ટિકિટ અને રિફંડ લેનારી વ્યક્તિનું ફોટો સાથેનું માન્ય ઓળખપત્ર રજૂ કરવાથી આપવામાં આવશે. ફિઝકલ ટિકિટની ચકાસણી ટિકિટ પર આવેલા સિક્યોરીટી ફિચર્સને આધારે કરવામાં આવશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગેટ નંબર 1 પર આવેલી બોક્સ ઓફિસ પર કોવિડ-19 માર્ગદર્શિકાઓ જેવી કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઇઝેશનનું સખ્તાઇથી પાલન કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.