અમદાવાદઃ શહેરના મણિનગરમાં રહેતા અને ઓનલાઈન શેરબજાર તેમ જ કાપડનો ધંધો કરતા એક શખ્સ સાથે 3 લોકોએ ક્રિપ્ટોકરન્સીના નામે છેતરપિંડી (Fraud in the name of cryptocurrency with a Maninagar trader) કરી હતી. બુલટ્રોન નામની કંપનીની ટ્રોનકોઈન ક્રિપ્ટો કરન્સીમાં સ્કીમના નામે (Fraud in the name of cryptocurrency with a Maninagar trader) તેની સાથે 1.25 લાખ રૂપિયાની ઠગાઈ થતા સાઈબર ક્રાઈમમાં ફરિયાદ (Cyber Crime in Ahmedabad) કરી હતી. એક અઠવાડિયામાં ડબલ કરવાની લાલચ આપીને છેતરનારા 4 શખ્સની પોલીસ ધરપકડ (Thug arrested in Ahmedabad) કરી છે.
આ પણ વાંચો- Land Scam in Navsari : નવસારી જિલ્લામાં જમીન સંપાદન વળતર મુદ્દે ફરિયાદોનો ઢગલો, પોલીસ એક્ટિવ
મણિનગરના યુવકને આપી હતી લાલચ
મણિનગરના યુવક પાસેથી તેમ જ તેમના મારફતે બીજા જુદાજુદા ભોગ બનનારા વ્યક્તિઓ પાસેથી અલગ અલગ રકમના ટ્રોનકોઇન ક્રિપ્ટોકરન્સી (Fraud in the name of cryptocurrency with a Maninagar trader) એક્સચેન્જમાંથી ખરીદી કરવામાં આવી હતી. ત્યારબાદ આ ટ્રોનકોઈન પોતાની બનાવેલી કંપનીના IDમાં મેળવી લઈ મણિનગરના યુવાનને તેમ જ બીજા ભોગ બનનારાને જણાવ્યા મુજબ ડબલ ટ્રોનકોઇન પરત આપ્યા નહતા.
અમદાવાદ આવતા આરોપીઓના લોકેશન જાણવા મળ્યા
સાઈબર ક્રાઈમ પોલીસે ક્રિપ્ટોકરન્સીમાં મણિનગરના યુવકની ફરિયાદ (Fraud in the name of cryptocurrency with a Maninagar trader) બાદ તપાસ કરતાં આરોપીઓના લોકેશન ગુજરાતના સુરત શહેર અને અમદાવાદ ખાતેના આવતા હતા. આથી સાઈબર ક્રાઈમની (Cyber Crime in Ahmedabad) જુદી જુદી ટીમ બનાવી આરોપીઓ બાબતે તપાસ કરતા આ ગુનાહિત પ્રવૃત્તિ આચરનાર આરોપ આચરનારા 3 શખ્સને સુરત અને એક શખ્સને અમદાવાદથી ઝડપી પાડ્યો હતો. આરોપીઓએ ગુનો કરવા ઉપયોગમાં લીધેલા મોબાઈલ ફોન જપ્ત કરાયા છે.
શેર બજારનું કામ કરનારાને ઓળખીતાએ રોકાણ કરવા કહ્યું હતું
મણિનગર ચાર રસ્તા પાસેની ગણેશ ગલીમાં રહેતા 46 વર્ષીય નરેશ કપૂરચંદ નાગર સાથે છેતરપિંડી થઈ હતી. 5 ફેબ્રુઆરીએ તેમના પર નવીન નામના તેમના ઓળખિતાનો ફોન આવ્યો હતો. સાથે જ તેમને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા કહ્યું હતું. એટલે નરેશભાઈએ હા પાડતા તેના ભાગરૂપે ઈન્કમટેક્સ ચાર રસ્તા પાસે નવીન અને ઝૂલ્ફીકાર હાલાણી નરેશભાઈને મળ્યા હતા
ફિર હેરાફેરી મુવીના 'એક કા ડબલ' જેવો સીન થયો
બુલટ્રોન ક્રિપ્ટો કરન્સીની ટ્રોનકોઈન સ્કીમમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. આ કંપની સુરતના રાજેશ લુકી નામના શખ્સે બનાવી હોવાનું જણાવ્યું હતું. આમાં એક જ અઠવાડિયામાં ડબલ પૈસા મળશે તેવી લાલચ આપી હતી. જેમાં એક કોઈનની કિંમત 2.70 પૈસા જેતે વખતે હતી. આથી નરેશભાઇએ ત્રણ આઈ.ડી બનાવીને વઝિરએક્સ એપ્લિકેશન મારફતે 46,500 કોઈન ખરીદ્યા હતા. એટલે કે 1.25 લાખ રૂપિયા થાય છે. પહેલી આઈ.ડીમાં તો નરેશભાઇને કોઈનમાં નફો થયો હોવાનું જણાવીને એ જ પૈસા બુલટ્રોન કંપનીમાં રોકાવીને પછી પૈસા પરત આપ્યા નહોતા. આના કારણે નરેશભાઈ અને તેમના 25 લોકોના ગૃપ સાથે તો અમદાવાદમાં જ આ ઉપરાંત ગુજરાતના અલગ અલગ શહેરો અને ગામોમાં થઈને 5,000 જેટલા લોકો સાથે અંદાજીત 50 કરોડની ઠગાઇ આચરી હોવાનું જાણવા મળ્યું.