ETV Bharat / city

સોશિયલ મીડિયામાં સુંદરતા જોઈને ન થઈ જતા ઘેલા, નહીં તો... - Friendship Social Media in Ahmedabad

અમદાવાદમાં એક વ્યક્તિને સોશિયલ મીડિયામાં (Friendship Social Media in Ahmedabad) મિત્રતા કેળવણી મોંઘી પડી છે. સોશિયલ મીડિયામાં એક મહિલા સાથે મિત્રતા કેળવી સાથે ફરવા ગયા બાદ યુવતીએ આ વ્યક્તિ પાસે પૈસા ખંખેરવાનું ચાલુ કર્યું હતું. જે મામલો પોલીસ મથકે જતા પોલીસ કાર્યવાહી (Honeytrap Hunting Case) હાથ ધરી છે. ત્યારે કેવી રીતે આ સમગ્ર ઘટના બની જાણો.

સોશિયલ મીડિયામાં સુંદરતા જોઈને ન થઈ જતા ઘેલા, નહીં તો...

author img

By

Published : Jul 7, 2022, 10:47 AM IST

અમદાવાદ : શહેરમાં બ્લેકમેઇલિંગ અને હનીટ્રેપનો બનાવ પોલીસ ચોપડે સતત વધી રહ્યા છે. ત્યારે એક વેપારીને યુવતી સાથે સોશિયલ મીડિયા થકી મિત્રતા કરવી મોંઘી પડી હતી. વેપારીને ફેસબુક પર નીતા આહુજા નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે રીકવેસ્ટ એક્સેપ્ટ કરતાની 15 મિનિટમાં જ તેઓનો ફોન પર નીતા આહુજા નામની યુવતીએ વોટ્સએપ મેસેજ કર્યો હતો. બાદમાં મિત્રતા કેળવી વેપારીને ગાંધીનગર ફરવા લઈ જઈ યુવતીએ હનીટ્રેપનો શિકાર બનાવ્યો હતો. બાદમાં યુવતીએ દુષ્કર્મ કર્યાની ધમકી આપી પૈસા ખંખેર્યા હતા. જે અંગે અંતે કંટાળી વેપારીએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયામાં ખુબસુરતી પાછળ ગાંડા થનાર લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો

રીકવેસ્ટ એક્સેપ્ટ બાદ ફોન - રોડામાં રહેતા વેપારી રેડીમેઈડ કપડાના કમિશનનો વેપાર કરે છે. વેપારીએ પ્રથમ પત્નિને 2020માં છૂટાછેડા આપ્યા હતા. શાદી ડોટ કોમ થકી બીજા લગ્ન 2021માં કર્યા હતા. જોકે, તે સમયગાળા દરમિયાન તેઓના ફેસબુક પર નીતા આહુજા નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે રીકવેસ્ટ એક્સેપ્ટ કરતાની 15 મીનિટમાં જ તેઓનો ફોન પર નિતા આહુજા નામની યુવતીએ વોટ્સએપ મેસેજ કર્યો હતો. યુવતી પોતે સરદાર નગરમાં રહેતી હોવાની જણાવી વેપારી સાથે મિત્રતા કરી અવાર-નવાર ફોન પર વાત કરતી હતી. જે બાદ એક દિવસ યુવતીએ વેપારીને મળવા માટે નાના (Honeytrap Hunting Case) ચિલોડા સર્કલ પર બોલાવ્યો હતો.

યુવતીના વેપારી પર અડપલા - યુવતીએ એક્ટિવા મુકીને વેપારીની કારમાં બેસી બંને (Friendship Social Media in Ahmedabad) જણા ગાંધીનગર તરફ ગયા હતા. ગાડીમાં બેસતાની સાથે જ યુવતીએ વેપારીને ચુંબન કરવાનું તેમજ શરીરના અલગ અલગ ભાગે અડપલા કરીને ઉત્તેજિત કરવાનું શરૂ કર્યું હતું. સાથે જ વેપારીનો હાથ પકડી પોતાના શરીરે ફેરવવાનું શરૂ કર્યું હતું. ગાંધીનગરથી પરત ફરી બંને છૂટા પડ્યા હતા. જે બાદ ચાર દિવસ પછી નીતા આહુજાએ વેપારીને ફોન કરી કપડાં લેવા જવાનું કહીને ગાંધીનગર લઈ જઈ 15 હજાર રૂપિયાની ખરીદી કરી હતી. બાદમાં યુવતીએ ટુકડે ટુકડે વેપારી પાસેથી 50 હજાર જેટલી રકમ લઈ લીધી હતી. 20 દિવસ પહેલા વેપારીને નીતા આહુજાનો ફોન આવ્યો અને નિકોલ ખાતે વકીલની ઓફિસે મળવા બોલાવ્યો હતો. વેપારી ત્યાં પહોંચતા જ રાજેશ સોલંકી નામના વકીલ સાથે યુવતી બેઠી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં ખુબસુરતી પાછળનું શું છે ષડયંત્ર, કયા કારણોસર યુવતી ફસાવતી હતી વેપારીઓને...

વકિલને વેપારીની આજીજી - વકીલે વેપારીને ઓફિસની બહાર લઈ જઈ કહ્યું કે, નિતા આહુજા પાસે તમારો વિડીયો છે અને પોલીસમાં ફરીયાદ કરવાનું કહે છે. આ બાબતે વેપારી ગભરાઈ જતા ફરિયાદ ન કરવા અને સમાધાન કરવાનું વકીલને જણાવ્યું હતું. વકીલે વેપારીને નીતા આહુજાના ફોનમાં રેકોર્ડ કરેલો વિડીયો બતાવતા તે વિડીયો વેપારી યુવતી સાથે પહેલીવાર ગાડીમાં ગાંધીનગર ગયા તે સમયનો હોવાનું માલુમ પડ્યું હતું. વેપારી પોતાના બહેન સાથે વાત કરી વકીલને મળી જવાનું કહીને નીકળી ગયા હતા. આરોપી નીતા આહુજાએ વેપારીની બહેનને વોટ્સએપ કોલ કરીને તારા ભાઈનો વિડીયો મારી પાસે છે. તે વિડિયો હું વાયરલ કરી પોલીસ કેસ કરી દઈશ અન તેને સમાજમાં (Love affair with social media) બદનામ કરી દઈશ તેવી ધમકી આપી હતી. જેથી વેપારીના બહેને તેમને ફોન કરી આ અંગે જાણ કરી હતી.

નીતા આહુજા 10 લાખ માંગ્યા - વેપારીને અવાર-નવાર ફોન કરી વકીલ પાસે ઘી કાંટા કોર્ટમાં મળવા બોલાવતા હતા. જ્યાં રાજેશ સોલંકી નામના વકીલે આ દુષ્કર્મનો કેસ 3-4 મહિના જેલમાં રહેવું પડશે તેમજ 4-5 લાખ રૂપિયાનો ખર્ચ થઈ જશે તેવું જણાવ્યું હતું. નિતા આહુજા 10 લાખ રૂપિયા માંગતી હતી. વેપારીને કહ્યું હતું કે, વેપારીએ પોતે કશું કર્યું નથી તો પૈસા શેના આપવાના તેવું કહેતા જ રાજેશ સોલંકીએ કહ્યું હતું. તારી કોઈ ફરીયાદ (Ahmedabad Honeytrap Hunting Case) સાંભળશે નહીં અત્યારે સ્ત્રીઓનો કાયદો છે. વધુમાં તેણે જણાવ્યું હતું કે, નિતા આહુજાએ ઘણાં લોકો પાસેથી રૂપિયા છુટા કરેલા છે.

આ પણ વાંચો : Honeytrap Case in Surat: પોલીસ દ્વારા મુકવામાં આવેલા સજેસન બોક્સના આધારે થયો હનીટ્રેપનો પર્દાફાશ

વિડીયો ડીલીટ કરી લેખીતમાં બાહેંધરી - અંતે નીતા આહુજાને ફોન કરીને તે 5 લાખમાં માની ગઈ છે. જોકે, વેપારીએ 50 થી 70 હજાર રૂપિયાથી વધુ આપી શકે તેમ નથી તેમ જણાવતા વકીલે વચલો રસ્તો કાઢી આપવાનું જણાવ્યું હતું. જે બાદ અવાર-નવાર નીતા આહુજાએ ફોન (Blackmailing woman in Ahmedabad) કરી પૈસાની માંગ કરતી હતી. આરોપી નીતા આહુજાએ વેપારીને ફોન કરીને પૈસાની માંગ કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપતી હતી. અંતે બે લાખ રૂપિયાની માંગ કરી હતી. વેપારીએ બે લાખ આપવાનું જણાવતા યુવતીએ વિડીયો ડીલીટ કરી લેખીતમાં બાહેંધરી આપવાની વાત કરી હતી. જોકે, બાદમાં યુવતીએ વેપારીને ફોન કરીને ધમકીઓ આપતા અંતે વેપારીએ નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.