ETV Bharat / city

નકલી ડીગ્રીના સર્ટિફિકેટોનો કૌભાંડમાં વધુ 3 આરોપીઓની ધરપકડ, જાણો શું હતો મામલો... - રાજકોટ SEIT એજ્યુકેશન સંસ્થા

રાજકોટના એક શખ્સે રચેલો નકલી ડીગ્રીના સર્ટિફિકેટોનો કૌભાંડ(Fake degree certificate scam Rajkot) ક્રાઈમબ્રાન્ચ વિભાગ(Rajkot Crime Branch) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે દિલ્હી ઓફિસમાંથી જપ્ત કરવામાં આવેલી સાહિત્ય અંગે વિશેષ તપાસ શરૂ કર્યા બાદ ત્રણ વધારાના લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Fake Degree Certificate Scam: ગુજરાતની 57 શાળા સાથે એફિલેશન કરી અનેક વિદ્યાર્થીઓને નકલી ડિગ્રી વેચવાના કૌભાંડમાં થયો વધું ધટસ્ફોટ

author img

By

Published : May 16, 2022, 7:15 PM IST

રાજકોટ: રાજકોટમાં મોટા પ્રમાણમાં નકલી ડીગ્રી કૌભાંડમાં(Fake Degree Certificate Scam ) હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી(Higher Secondary Board of Delhi) નામની સંસ્થા નકલી હોવાની અને ખાંભાનો કેતન જોશી સંસ્થા ચલાવતો હોવાની હકીકત મળતાં જ ક્રાઈમબ્રાન્ચની ટીમ(Rajkot Crime Branch) ખાંભા દોડી ગઇ હતી. કેતનને ઉઠાવી લીધા બાદ કેતનની પૂછપરછમાં એક કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં પોલીસે ઊંડાણપૂર્વ તપાસના ધમધમત શરૂ કરતા પોલીસે વધુ લોકોને ઝડપી લીધા છે. જેમાં દિલ્હી બોર્ડના નામે છેતરપિંડી આચરનાર દિલ્હીની મહિલા સહિત વધુ 3ની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે શું છે સમગ્ર મામલો તે જાણો આ અહેવાલમાં

દિલ્હીની ઓફિસમાંથી કબજે થયેલા સાહિત્ય પર પોલીસે વિશેષ તપાસ - ગુજરાતની 57 શાળા સાથે એફિલેશન કરી અનેક વિદ્યાર્થીઓને નકલી ડિગ્રી વેચવાના કૌભાંડમાં ધરપકડ બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન દિલ્હીના નામે દિલ્હીમાં સંસ્થા શરૂ કરી હતી. આ ગુજરાતની 57 શાળા અનેક વિદ્યાર્થીઓને નકલી ડિગ્રી વેચવાના કૌભાંડમાં ધરપકડ થયેલા ખાંભાના શખ્સને પોલીસે સાત દિવસના રિમાન્ડ પર લીધો હતો. આ દરમિયાન દિલ્હીની મહિલા સહિત વધુ ત્રણની ધરપકડ કરી હતી. ખાંભા અને દિલ્હીની ઓફિસમાંથી કબજે થયેલા સાહિત્ય પર પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી.

આ પણ જાણો: નકલી ડિગ્રી સર્ટિફિકેટના રેકેટનો પર્દાફાશ, આરોપીઓની ચાલાકી જોઈ તમે પણ કહેશો 'ના હોય'

રાજકોટના શખ્સે રચેલો નકલી ડિગ્રી સર્ટિફિકેટ વેચવાના કૌભાંડનો પર્દાફાશ - રાજકોટના અશોક લાખાણી અને પાંડે નામના શખ્સે વર્ષ 2011માં દિલ્હી જઈ, ત્યાં એક સંસ્થા હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી નામની સંસ્થા રજિસ્ટર કરાવી હતી. એ સંસ્થામાં અશોક અને પાંડે ઉપરાંત તાજેતરમાં ઝડપાયેલો આરોપી જયંતી સુદાણી ટ્રસ્ટી બન્યા હતા. જયંતી સુદાણી સહિતના શખ્સો કોઈપણ ડિપ્લોમા કોર્સના સર્ટિફિકેટ(Certificate of Diploma Course) મગાવતા ત્યારે રાજકોટનો અશોક લાખાણી દિલ્હીમાં નોંધાયેલી ઉપરોક્ત સંસ્થાના નામે સર્ટિફિકેટ મોકલી આપતા હતા.

રૂપિયા 15 હજારમાં કોઇપણ કોર્સની ડિગ્રી અને માર્કશીટનો થતો હતો સોદો - રાજકોટની SEIT એજ્યુકેશન નામની સંસ્થામાં(Rajkot SEIT Education Institute) રૂપિયા 15 હજારમાં કોઇપણ કોર્સની ડિગ્રી અને માર્કશીટ વેચાતી હોવાના કૌભાંડનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યા બાદ પોલીસે ખાંભાના કેતન હરકાંત જોશીને ઝડપી લીધો હતો, કેતનની ઓફિસમાંથી પોલીસે બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન દિલ્હી નામના સાહિત્યનો જથ્થો મળી આવ્યો હતો. કેતન જોશી, જયંતીલાલ લાલજી સુદાણી, અમૃતલાલ પીઠડિયા અને પરેશ પ્રાણશંકર વ્યાસ ઉપરોક્ત સંસ્થામાં ટ્રસ્ટી બન્યા હતા અને દિલ્હીની ઓફિસ તનુજાસીંગ નામની યુવતી સંભાળતી હતી.

આ પણ જાણો: Recruitment Scam in Gujarat : ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ, યુવરાજ સિંહે કર્યો ઘટસ્ફોટ

કોર્ટે તેને સાત દિવસના રિમાન્ડ પર પોલીસ હવાલે કર્યો હતો - આ તમામ આરોપીઓએ રાજ્યની 57 શાળામાં નકલી સર્ટિફિકેટ ધાબડ્યા હતા. ક્રાઇમ બ્રાંચે ઉપરોક્ત તમામ આરોપીઓ સામે ગુનો નોંધ્યા બાદ કેતન જોશીની ધરપકડ કરી રવિવારે તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને સાત દિવસના રિમાન્ડ પર પોલીસ હવાલે કર્યો હતો. ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત કૌભાંડમાં સંડોવાયેલી દિલ્હીની તનુજાસિંઘ, અમૃતલાલ પીઠડિયા અને પરેશ વ્યાસની ધરપકડ કરવામાં આવી છે, જયંતીલાલ સુદાણી અગાઉના ગુનામાં જેલ હવાલે હોય તેનો જેલમાંથી કબજો મેળવાશે તેવું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.