ETV Bharat / city

'વિશ્વ લોકશાહી દિવસ' નિમિત્તે લોકશાહી ઉપર જુદા-જુદા રાજકીય પક્ષોના વિચારો - Thoughts of different political parties on democracy

સમગ્ર વિશ્વમાં 200 જેટલા દેશ છે. તેમાંના મોટાભાગના દેશ લોકશાહી છે. યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ 15 સપ્ટેમ્બર 2007માં રિઝોલ્યુશન પાસ કર્યું હતું કે, દર વર્ષે આ દિવસને 'વિશ્વ લોકશાહી દિવસ' તરીકે ઉજવવામાં આવશે. જેનું મુખ્ય કાર્ય લોકશાહીના મુલ્યો અને સિદ્ધાંતોને વિશ્વમાં ફેલાવવાનું છે. જેનો ઘ્યેય વિશ્વના દેશોની અંદર સરકાર બનાવવામાં સામાન્ય નાગરિકોની પણ સહભાગિતા વધે અને માનવીય અધિકારોનું જતન થાય તેવો છે.

'વિશ્વ લોકશાહી દિવસ' નિમિત્તે લોકશાહી ઉપર જુદા-જુદા રાજકીય પક્ષોના વિચારો

author img

By

Published : Sep 15, 2020, 5:32 PM IST

અમદાવાદઃ ભારતમાં લોકશાહીના અમલથી આજદિન સુધીમાં આપણા દેશે અનેક પ્રગતિના શિખરો સર કર્યા છે અને જ્યારે પણ લોકશાહી ઉપર ખતરો આવ્યો છે ત્યારે ભારત દેશમાં ક્રાંતિકારી લોકનાયકોએ જન્મ લીધો છે અને ભારતની લોકશાહીને ટકાવી રાખી છે.

'વિશ્વ લોકશાહી દિવસ' નિમિત્તે લોકશાહી ઉપર જુદા-જુદા રાજકીય પક્ષોના વિચારો
'વિશ્વ લોકશાહી દિવસ' નિમિત્તે લોકશાહી ઉપર જુદા-જુદા રાજકીય પક્ષોના વિચારો

ભારત દેશ આઝાદ થયો તે પહેલાં જ અહીં લોકશાહી ઢબની સરકારની સ્થાપના થઈ ચૂકી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં લોકશાહી ઢબે જ ચૂંટણી યોજાતી રહી છે. ભારતના બંધારણમાં તમામ દેશોના માનવીય મુલ્યો અને તેની ગરિમાને છાજે તેવા લોકશાહીક વિચારોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ધારાસભા તેમજ વહીવટી તંત્ર પણ બંધારણ મુજબ ચાલે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને બંધારણમાં મૂળભૂત અધિકારો જે નાગરિકોને આપવામાં આવ્યા છે અને તેના ઉલ્લંઘન બદલ સીધા જ અદાલતના શરણે જઈ શકાય, તેવી જોગવાઈ લોકશાહીનું હાર્દ છે.

આ ઉપરાંત રાજ્ય પોતાનો વહીવટ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર કરવાનો રહે છે. જેની અંદર સતત પ્રજા કલ્યાણના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમ પણ ભારતમાં જ્યારે ચૂંટણીઓ યોજાય છે, ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા લોકોના જાહેરહિતની સેવાઓને જ ચૂંટણી પ્રચારનો મુદ્દો બનાવાય છે.

આજે આઝાદીના 73 વર્ષ બાદ લોકશાહી રાજકારણની રાખ નીચે ઢંકાઈ ગઈ છે. અનેક રાજકીય પક્ષો બિલાડીના ટોપની જેમ ફુટી નીકળ્યા છે. તે દરેકના એક જ કાર્ય છે કે યેનકેન પ્રકારે સત્તા મેળવવી, ફરી સત્તામાં આવ્યા બાદ તાનાશાહી કરવી અને પ્રજાના પ્રશ્નોને કોરાણે મુકી દેવા. ગરીબ તો ત્યાં નો ત્યાં જ રહી જાય છે, જ્યારે સામાન્ય કોર્પોરેટર પણ મોંઘી ગાડીઓમાં ફરતો થઈ જાય છે. લોકશાહીના ચોથા સ્તંભ મીડિયાને પણ ખરીદી લેવામાં આવે છે, અથવા તો દબાવી દેવામાં આવે છે. ત્યારે વિશ્વના મોટા દેશો સહિત ભારતમાં પણ સાચી લોકશાહી ઉપર પ્રશ્નાર્થ ચિન્હ સર્જાયા છે !

મોટી સત્તા સાથે મોટી જવાબદારી આવે જ છે. ત્યારે ફક્ત સત્તા ભોગવી અને પ્રજાની સમસ્યાઓને અણદેખી કરી જવાબદારીઓથી છટકવું, તેને જ આજે ચાણક્યનીતિ માનવામાં આવે છે. આજે લોકશાહીને રાજનીતિનો સમાનાર્થી માની લેવામાં આવેલ છે. રાજનીતિ વિશે કૌટિલ્ય કહ્યું હતું કે, રાજાની નીતિ એ જ હોવી જોઇએ કે, જેમાં પ્રજાનું કલ્યાણ હોય. પરંતુ, અહીં તો બીજા પક્ષના લોકો દુશ્મન હોય તેમ એકબીજાને પાડવાની અને પગ ખેંચવાની રમતો ચાલી આવી છે. ત્યારે લોકશાહીના મૂલ્યોને સાચવવાની જવાબદારી જે યુવા ઉપર છે, તે પણ ભણીને દેશને આગળ લઈ જવાને બદલે યુનિવર્સિટી કેમ્પસમાં જે-તે પક્ષના રાજકીય પીઠુ બનીને રાજકારણમાંથી ઊંચા આવતા નથી. ત્યારે ભારતમાં લોકશાહી સચવાશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે !

પરંતુ ભારતની લોકશાહીના પાયામાં જે મૂલ્યોનું સિંચન આપણા ક્રાંતિકારીઓ એને વડવાઓએ કર્યું છે, તેને આજના દિવસે યાદ કરીએ અને સંકલ્પ લઈએ લોકશાહી બચાવવા આપણે દરેક ઘટતી વસ્તુ કરીશું. કારણકે, આપણા આસપાસના પડોશી દેશો અને વિશ્વના અનેક દેશો એવા છે કે જ્યાં લોકશાહી નથી ત્યાં લોકોની સ્થિતિ અતિ ખરાબ છે.

વિશ્વ લોકશાહી દિવસ નિમિત્તે લોકશાહી ઉપર જુદા જુદા રાજકીય પક્ષોના વિચારો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.