ETV Bharat / city

અમદાવાદ બનશે ‘ગ્રીન સીટી’, રિવરફ્રન્ટ પર 35 હજાર વૃક્ષોનું રોપણ કરાશે - રિવર ફ્રન્ટ પર વૃક્ષારોપણ

અમદાવાદ રિવરફ્રન્ટ પર 9,000 સ્કવેર મીટર જગ્યામાં લગભગ 35,000 વૃક્ષો રોપવામાં આવશે. જેમાં કુલ 40 પ્રકારના વૃક્ષોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા આ વૃક્ષો મિયાવાકી પદ્ધતિથી લગાવવામાં આવશે. જેમાં સેતુર, જાંબુ, અરીઠા, ઉમરો, બદામ, આમળા અને સરગવો જેવા વૃક્ષો રોપાશે.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Jun 30, 2020, 5:56 PM IST

અમદાવાદઃ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટના પશ્ચિમના વિભાગના છેડે સ્કાઉટ ભવનની પાછળના ભાગે પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી છે. તો પૂર્વ વિસ્તારના છેડે દુધેશ્વર સ્મશાન ગૃહની પાછળ આગામી દિવસોમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે પ્લાન્ટેશન કરવામાં આવશે તે મિયાવાકી પદ્ધતિથી કરવામાં આવશે. જેમાં છોડનો વિકાસ સામાન્ય કરતા દસ ગણો વધુ હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 12,000 સ્ક્વેર મીટરમાં રિવરફ્રન્ટ ખાતે પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું.

રિવરફ્રન્ટ પર 35 હજાર વૃક્ષોનું રોપણ કરાશે

બીજી બાજુ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મુલાકાતીઓ પર બાજનજર રાખવા માટે વધુ CCTV કેમેરા લગાવવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસ ખાતા દ્વારા સંયુક્ત રીતે આ કામગીરી કરવામાં આવશે. વર્તમાન સમયે રિવરફ્રન્ટના માર્ગો ઉપર કોર્પોરેશન દ્વારા 42 CCTV લગાવવામાં આવ્યા છે. પરંતુ રિવરફ્રન્ટ ખાતે ખુલ્લા મેદાનો આવેલાં છે જ્યાં યુવક-યુવતીઓ બેસતા હોય છે તેમજ અન્ય લોકો પણ મુલાકાતે આવતા હોય છે. ત્યારે રિવરફ્રન્ટ પર આવતા લોકોની ગતિવિધિઓ પર નજર રહે તે માટે જ્યા જરૂર હશે ત્યા CCTV લગાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.