- રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લૉકડાઉન અંગે કરી સ્પષ્ટતા
- સંપૂર્ણ લૉકડાઉન નહીં લાગે, શનિ અને રવિ માત્ર મોલ અને મલ્ટપ્લેક્સની બંધ રહેશે
- કોરોનાની મહામારીના કારણે રાજ્ય સરકારે તમામ કાર્યક્રમો રદ કર્યા
- નવા આવતા કેસની સરખામણીમાં પાંચ ગણા બેડ વધારવા તંત્રને સૂચના અપાઈ
આ પણ વાંચોઃ ખાનપુરમાં કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન પાડ્યું
ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. વિધાનસભા સત્ર શરૂ થતાં પહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમા વધતા જતા કોરોનાના કેસ અંગે જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે. ગુજરાત કરતા મહારાષ્ટ્રમાં પણ વધુ સંક્રમણ છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કોરોનાના કેસ ઓછા આવતા હતા, પરંતુ માર્ચ મહિનામાં કોરોના કેસમાં વધારો થયો છે, જેને લઈને રાજ્ય સરકાર સતર્ક થઈ કામગીરી કરી રહી છે. રાજ્યમાં જે રીતે કોરોનાના કેસ આવી રહ્યા છે. તેના કરતાં 5 ગણા બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જરૂર પડશે તો ખાનગી હોસ્પિટલોમાં પણ ખાનગી બેડની સંખ્યા વધારવામાં આવશે.
આ પણ વાંચોઃ કોરોનાને લઈ શાળા-કૉલેજો અંગે ચર્ચા કરાશે, લોકડાઉનને લઈ કોઈ નિર્ણય નહીં: CM રૂપાણી
કોરોનાના કારણે રાજ્ય સરકારે તમામ કાર્યક્રમો રદ કર્યા
કોરોના વધતા રાજ્ય સરકારે તમા કાર્યક્રમો રદ કરી દીધા છે. તેમજ રાજકીય પાર્ટીઓને પણ કહેવામાં આવ્યું છે કે, તમામ કાર્યક્રમો અને મેળાવડા રદ કરવામાં આવે. પોલીસ વિભાગના અધિકારીઓ પણ કરફ્યૂનું પાલન થાય તે માટે કામગીરી કરે છે તો સાથે સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકોને અપીલ કરતા કહ્યું કે, તમામ લોકો ફરજિયાત માસ્ક પહેરે. લોકો જરૂર પડે તેવા સંજોગોમાં જ બહાર નીકળે અને બહાર નીકળતા તમામ લોકો માસ્કનું સેનિટાઈઝર સાથે રાખે. બિનજરૂરી લોકો ભેગા થવાનું પણ ટાળવું જોઈએ. વિધાનસભા સત્રમાં પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સંપૂર્ણ લોકડાઉન નહીં લગાડવામાં આવે. માત્ર શનિ અને રવિના દિવસે મોલ અને મલ્ટિપ્લેક્સ બંધ રહેશે.