- નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ પુરવઠા વિભાગ પર કર્યા આક્ષેપ
- રાશનના દુકાનદારો સુધો નથી પહોંચી રહ્યો જથ્થો
- સરકારી ચોપડે 'સબ સલામત' ના દાવા પોકળ
અમદાવાદ: ગુજરાત રાજ્યના ફેરપ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ પુરવઠા વિભાગ સામે રોષ વ્યક્ત કયોઁ હતો. કોરોના કાળમાં 11 જૂને ફેર પ્રાઈઝ રાશનની દુકાનો ખુલ્યા બાદ બીજો જથ્થો દુકાનદારોને મળ્યો નથી.
લોકો રાશનના દુકાનદારોને માની રહ્યા છે દોષી
રાજ્યના પુરવઠા વિભાગે જુન માસના પાંચ જ દિવસ બાકી રહ્યા હોવા છતાં ગુજરાતમાં અનેક જિલ્લા અને શહેરોમાં રાશનની દુકાનોમા પુરવઠો ના પહોંચાડતા રાશન દુકાન સંચાલકો અને રેશનકાડઁ ધારકો વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : રાજ્યના 3 ટાપુઓને પ્રવાસન માટેના હોટસ્પોટ તરીકે વિકસાવાશે : મુખ્યપ્રધાન રૂપાણી
તુવેર દાળનો જથ્થો મળતો નથી
સરકારના પુરવઠા વિભાગ તરફથી તુવેરદાળની સમસ્યાનું નિવારણ થયેલ નથી. આ માસના રેશનનો જથ્થો આવ્યો છે. તેમ છતા આગળના માસનો નવો જથ્થો ન આવતા રેશનસંચાલકો હાલાકીમા મુકાયા છે.
મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનને રજુઆત
રેશન સંચાલકોની પડતર માગણી ઓ હજુ પુરી થઈ નથી. ત્યાં નીત નવી સમસ્યાઓથી ઉભી થતા એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ પુરવઠા વિભાગ સામે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે કોમ્પયુટર સિસ્ટમમા સુધારો થાય અને રેશનસંચાલકોને વિકલ્પ મળે તેવી સુવિધા આપવા માંગ કરી હતી. રાશનના દુકાનદારોને પુરવઠા વિભાગ તરફથી પડતી હાલાકી અંગે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનને પગલાં લેવા જણાવ્યું હતું.
આ પણ વાંચો : શિક્ષણ સમિતિના સભ્ય માટે ચૂંટણી, BJP અને AAP કોર્પોરેટરોએ હોબાળો મચાવ્યો
પુરવઠા વિભાગના વ્યવસ્થાતંત્રમાં ખામી
કેન્દ્ર સરકારે 80 કરોડ ગરીબ જનતાને રાશન પુરૂ પાડવાનું વચન આપ્યું છે. ત્યારે રાશન દુકાનદારોને પુરવઠા વિભાગ તરફથી પડતી હાલાકીને લઇને પ્રહલાદ મોદીએ મુખ્યપ્રધાને આ વિભાગના અધિકારીઓ સામે પગલાં લેવા જણાવ્યું છે અને આ વિભાગના વ્યવસ્થાતંત્રમાં ખામી હોવાનું સ્પષ્ટપણે કહ્યું છે.