- કોરોના કાળમાં AMCનો નિર્ણય
- ગ્યાસપુર સ્મશાનનું કામ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રદ કરાયું
- સ્મશાનની ફરતે કમ્પાાઉન્ડ વોલ કરવાનું કામ રદ કરાતા વિપક્ષે કર્યો વિરોધ
અમદાવાદઃ મ્યુનિસિપલ કર્પોરેશનની આજે બેઠક મળી હતી બેઠકમાં ગ્યાસપુર સ્મશાનનું કામ સ્ટેન્ડિંગમાં રદ કરાતા લાંભાના અપક્ષ કાઉન્સિલર કાળું ભરવાડે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, એક તરફ આખું વિશ્વ કોરોનાની મહામારી સામે ઝઝુમી રહ્યું છે, લોકો કલાકો સુધી સ્મશાનમાં વેઇટિંગ માટે ઉભા છે ત્યારે સત્તાપક્ષ સ્મશાનના કામને કઈ રીતે મંજૂરી આપવા ઇન્કાર કરી શકે? વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સ્મશાનનું કામ રદ કરી દક્ષિણ ઝોનમા રોડ પર હેવી પેચવર્કનું કામ કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેની અગત્યતા હાલ સ્મશાનની અગત્યતા કરતા વધુ નથી. એક તરફ લોકોને સ્મશાન બહાર મહામારીમાં અંતિમ વિધિ માટે રાહ જોવી પડી રહી છે તેમ છતાં સ્ટેન્ડિંગ ચેરમેન આવો નિર્ણય કરે છે.
આ પણ વાંચોઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું રૂપિયા 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ
કામ રદ થયું નથી, આગલી સ્ટેન્ડિંગમાં મંજૂર કરાશેઃ ચેરમેન
આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતુ કે, કામ રદ કરવામાં આવ્યું નથી પરંતુ આગામી દિવસોએ થનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવશે.
આ પણ વાંચોઃ AMTSનું રૂપિયા 523.30 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું