- હવામાન વિભાગે કમોસમી વરસાદની કરી આગાહી
- રાજ્યના કેટલાક વિસ્તારમાં આગામી 5 દિવસ વરસાદની શક્યતા
- હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં હિટવેવની પણ આગાહી કરી
અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી બે દિવસ દરમિયાન કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા અને સુરતમાં વરસાદની શક્યતા છે.
કેટલાક વિસ્તારમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ
રાજ્યના કેટલાક વિસ્તારમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ, જામનગર સુરેન્દ્રનગર, કચ્છ, વલસાડ અને અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે કરા પણ પડ્યા હતા.
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદની શક્યતા
ઉનાળુ પાકમાં નુકસાનની ભિતિ
કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકનું વાવેતર કરનારા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થયું છે. જેની અસર સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વર્તાઈ રહી છે.
આ પણ વાંચોઃ વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતાતુર
કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી જેટલો વધી શકે
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની પુરેપુરી શક્યતા છે. તેમજ કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી જેટલો વધી શકે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.