ETV Bharat / city

સ્કૂલના વિદ્યાર્થીઓએ કોરોના વોરિયર્સ થીમ પર 200 ફુટ લાંબી રાખડી કરી તૈયાર

કોરોના મહામારીમાં કોરોના વોરિયર્સે પોતાની જવાબદારી પોતાના જીવને જોખમમાં મૂકીને સંભાળી છે, ત્યારે આ કોરોના વોરિયર્સના કામને બિરદાવવા માટે અમદાવાદની સાધના સ્કૂલના વિદ્યાર્થીઓએ 200 ફૂટ લાંબી રાખડી બનાવી છે.

સ્કૂલના વિદ્યાર્થીઓએ કોરોના વોરિયર્સ થીમ પર 200 ફુટ લાંબી રાખડી કરી તૈયાર
સ્કૂલના વિદ્યાર્થીઓએ કોરોના વોરિયર્સ થીમ પર 200 ફુટ લાંબી રાખડી કરી તૈયાર
author img

By

Published : Aug 22, 2021, 12:45 PM IST

  • સ્કૂલના વિદ્યાર્થીઓએ 200 ફૂટ લાંબી અનોખી રાખડી બનાવી
  • રાખડીના માધ્યમથી કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવામાં આવી
  • 22 વિદ્યાર્થીઓ દ્વારા 4 દિવસની મહેનત બાદ આ રાખડી બનાવી

અમદાવાદ: કોરોના કાળમાં કોરોના વોરિયર્સની કામગીરી સરાહનીય રહી. જેમાં કોરોના વોરિયર્સે પોતાના જીવને જોખમમાં મૂકીને લોકોના જીવ બચાવ્યા છે. ત્યારે રાખડીના માધ્યમથી કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવામાં આવી છે. શહેરની સાધના સ્કૂલના વિદ્યાર્થીઓએ કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવા માટે 200 ફૂટ લાંબી અનોખી રાખડી બનાવી છે.

આ પણ વાંચો- આજે ભાઇ-બહેનના સ્નેહનો પવિત્ર તહેવાર રક્ષાબંધન, જાણો શુભ મુહૂર્ત

કોરોના વોરિયર્સની થીમ પર રાખડી બનાવી

શાળાના વિદ્યાર્થીઓએ કોરોના વોરિયર્સની થીમ પર આ રાખડી બનાવી છે. જેમાં કોરોના કાળમાં પોતાના જીવની પરવા કર્યા વિના લોકોના જીવ બચાવનાર ડોક્ટરો, સફાઈ કર્મીઓ, પોલીસ કર્મીઓ, નર્સિંગ સ્ટાફ, એમ્બ્યુલન્સ, સેવાભાવી સંસ્થાઓ સહિતના કોરોના વોરિયર્સને આ રાખડી અર્પણ કરવામાં આવશે.

સ્કૂલના વિદ્યાર્થીઓએ કોરોના વોરિયર્સ થીમ પર 200 ફુટ લાંબી રાખડી કરી તૈયાર

ગત વર્ષે કોરોનાના કારણે વિદ્યાર્થીઓ રાખડી બનાવી શક્યા નહોતા

શાળાના 22 વિદ્યાર્થીઓ દ્વારા 4 દિવસની મહેનત બાદ આ રાખડી બનાવી છે. થર્મોકોલ, રીબીન, કોરોના વોરિયર્સની કામગીરીના ફોટાઓ અને બ્રોચ વગેરે મટીરીયલનો ઉપયોગ કરીને આ રાખડી બનાવી છે. દર વર્ષે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ-અલગ થીમ પર રાખડી બનવવામાં આવે છે. ગત વર્ષે કોરોનાના કારણે વિદ્યાર્થીઓ રાખડી બનાવી શક્યા નહોતા. આ વર્ષે વિદ્યાર્થીઓએને કોરોના વોરિયર્સની થીમ પર રાખડી બનાવવાનો વિચાર આવ્યો હતો.

રાખડી બનાવવા માટે 10 હજાર રૂપિયાનો ખર્ચ થયો

શાળાની વિદ્યાર્થીની બંસરી પટેલે જણાવ્યું હતું કે, અમે ગત વર્ષે કોરોનાના કારણે રાખડી બનાવી શક્યા નહોતા. ત્યારે આ વર્ષે કોરોના વોરિયર્સે કરેલી કામગીરી અંગે કંઈક કરવાનો વિચાર આવ્યો અને કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવા માટે આ થીમ પર રાખડી બનાવી. 22 વિદ્યાર્થીઓએ ચાર દિવસ સુધી મહેનત કરી અને આ રાખડી બનાવવા માટે 10 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે.

આ પણ વાંચો- સુરતના વિદ્યાર્થીઓએ બનાવી 4 થી 5 ફુટ મોટી રાખડીઓ

15 વર્ષથી અલગ-અલગ થીમ પર રાખડી બનાવવામાં આવે છે

સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 15 વર્ષથી અલગ-અલગ થીમ પર રાખડી બનાવવામાં આવે છે. જેમાં અગાઉના વર્ષોમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ત્રાસવાદ સામે ગુજરાતને રક્ષણ, બેટી બચાવો, ગ્લોબલ વોર્મિંગ, સ્વર્ણિમ ગુજરાત, વાંચે ગુજરાત, સ્વચ્છ ભારત અભિયાન, શહીદો અમર રહો, ગુજરાતની અસ્મિતા, ધ માર્ટીયલ ઓફ પુલવામાં એટેક અને પરમવીરચક્રની થીમ પર રાખડીઓ બનાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.