ETV Bharat / city

રાજ્ય સરકારને હાઇકોર્ટનો ઝટકો: ધર્મ સ્વતંત્રતા કાયદાની કલમ 5 પર સ્ટે યથાવત, કોર્ટે રાજ્ય સરકારની ફગાવી અરજી - gujrat highcourt

ગુજરાતના ધર્મ સ્વતંત્રતા સુધારા બિલની અમુક કલમો પર કેટલાક સમય પહેલા (19 ઓગસ્ટે) હાઇકોર્ટે વચગાળાનો નિર્ણય આપતા સ્ટે આપ્યો હતો. જેમાં ગઈકાલે રાજ્ય સરકારે કલમ 5 પરના સ્ટેને હટાવવા મામલે કરેલી અરજી મુદ્દે આજે સુનાવણી કરાઈ હતી. લવ જેહાદના કાયદાની કલમ 5 પરનો સ્ટે હટાવવાની સરકારની માંગણી પર હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઇકોર્ટે એડવોકેટ જનરલની રજૂઆત ફગાવી દીધી છે. જેના કારણે કલમ 5 પરનો સ્ટે યથાવત રહેશે.

ધર્મ સ્વતંત્રતા કાયદાની કલમ 5 પર સ્ટે યથાવત

author img

By

Published : Aug 26, 2021, 2:01 PM IST

Updated : Aug 26, 2021, 2:31 PM IST

  • અરજદારના વકીલે એડવોકેટ જનરલે કરેલી માંગ સામે કર્યો વિરોધ
  • હાઇકોર્ટે કલમ 5 ઉપરનો સ્ટે યથાવત રાખ્યો
  • લવ જેહાદની પડકારતી અરજી પર હાઇકોર્ટેમાં સુનવણી

અમદાવાદ- ગુજરાત સરકાર દ્વારા અમલ કરવામાં આવી રહેલા લવ જેહાદના કાયદાને લઇને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના ધર્મ સ્વતંત્રતા સુધારા બિલની અમુક કલમો ઉપર કેટલાક સમય પહેલા (19 ઓગસ્ટે) હાઇકોર્ટે વચગાળાનો નિર્ણય આપતા સ્ટે આપ્યો હતો. જેમાં ગઈકાલે રાજ્ય સરકારે કલમ 5 ઉપરના સ્ટેને હટાવવા મામલે કરેલી અરજી મુદ્દે આજે સુનાવણી કરાઈ હતી. આજે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારની અરજી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બીરેન વૈષ્ણવની ખંડપીઠે ફગાવી હતી. હાઇકોર્ટે કલમ 5 ઉપરનો સ્ટે યથાવત રાખ્યો છે.

ધર્મ સ્વતંત્રતા કાયદાની કલમ 5 પરનો સ્ટે યથાવત

આ પણ વાંચો- Gujarat High Court માં લવ જેહાદને પડકારતી અરજી દાખલ કરાઈ, ટૂંક સમયમાં થશે સુનાવણી

કલમ 5 પરનો સ્ટે હટાવવા માટે એડવોકેટ જનરલે હાઇકોર્ટેમાં શું રજૂઆત કરી?

કાયદાની કલમ 5 પરના સ્ટેને હટાવવા એડવોકેટ જનરલ ત્રિવેદીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, કાયદેસરનું ધર્માન્તરણ કરવા માટે કલેક્ટરની પરવાનગી જરૂરી છે. કલમ 5ને લગ્ન સાથે કોઈ લેવા દેવા નથી, તો પછી કોર્ટે તેને શા માટે રોકવો જોઈએ? જ્યારે દલીલો થઈ ત્યારે મેં કલમ 5 પર દલીલ કરી ન હતી. જો કે, અરજદારના વકીલ મિહિર જોશીએ સરકારની આ માંગ અને અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જો કાયદાની કલમ 5નો સ્ટે ઓર્ડરમાં સમાવિષ્ટ ન હોય, તો કોર્ટનો સમગ્ર આદેશ કાર્યરત થશે નહીં અને તેના કારણે કોર્ટનો આદેશ બિનઉપયોગી બની જશે. વધુમાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે "અમને 19 ઓગસ્ટના રોજ પસાર થયેલા ઓર્ડરમાં કોઈ ફેરફાર કરવા માટે કોઈ કારણ મળતું નથી.

ધર્મ સ્વતંત્રતા કાયદાની કલમ 5 પર સ્ટે યથાવત

કલમ 5ના સ્ટેને યથાવત રાખ્યો

આ મુદ્દે અરજદાર મુઝાહિદ નફિસે મીડિયાને જણાવ્યું હતું કે, ગત 19 ઓગસ્ટે ધર્મ સ્વતંત્રતા સુધારણા કાયદાની જે કલમો પર સ્ટે લગાવ્યો હતો. તેને યથાવત રાખી રાજ્ય સરકારની અરજી ફગાવી હતી. 19 તારીખે ગુજરાત હાઇકોર્ટે કાયદાના સંશોધનમાં જે અરજી આપી હતી તેને સરકાર એક રીતે પોતાના ફેસ સેવિંગ કરવાનું કામ કરી રહી હતી. હાઇકોર્ટના આદેશમાં સ્પષ્ટ લખ્યું છે કે, લગ્નમાં કોઈ પણ રીતે રાજકારણ હસ્તક્ષેપ ન થવો જોઈએ. તે માટે જ હાઇકોર્ટે વચગાળાનો નિર્ણય આપ્યો, પણ રાજ્ય સરકારે કાયદાની કલમ 5 ને જુદી રીતે જોઈ પોતાની રજૂઆત મુકવાનો પ્રયત્ન કર્યો કે, લગ્નથી કાયદેસર અને ગેરકાયદેસર ધર્મ પરિવર્તન પર અસર થઇ રહી છે. આ મુદ્દે આજે વિદ્વાન વકીલોએ દલીલો કરી. કોર્ટે માન્યું કે, અગાઉ થયેલી દલીલો અને આદેશ યોગ્ય છે અને રાજ્ય સરકારની અરજીને ફગાવી હતી અને સ્ટેને યથાવત રાખ્યો હતો.

આ પણ વાંચો- લવ જેહાદના કાયદા બાબતે મોટા સમાચાર: કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટનો મનાઈ હુકમ

આનો સીધો અર્થ શું થાય છે ?

અરજદાર મુઝાહિદ નફિસે જણાવ્યું હતું કે, આજે થયેલી સુનાવણીનો સીધો અર્થ એ થાય છે કે, નાગરિકની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર રાજ્ય સરકારે તરાપ મારવાનો જે પ્રયત્ન કર્યો છે તે હવે નહીં થાય. નાગરિકો પોતાની સ્વતંત્રતાની સાથે લગ્ન કરવાનો અધિકાર મેળવી શકશે. કાયદામાં જે સુધારો થયો છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, જો બે વ્યક્તિ વચ્ચે આંતરધર્મીય લગ્ન થશે તો માની લેવામાં આવશે કે ધર્મ પરિવર્તન માટે લગ્ન થયા છે. કોર્ટે જણાવ્યું કે, તમે કઈ રીતે માની શકો કે લગ્ન માત્ર ધર્મ પરિવર્તન માટે થઇ રહ્યા છે?

Last Updated : Aug 26, 2021, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.