ETV Bharat / city

રાજ્યએ ખુશ થયા વિના થર્ડ-વેવ સાથે લડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએઃ ગુજરાત હાઇકોર્ટ - ગુજરાત હાઇકોર્ટ

26 મેના રોજ ગુજરાત હાઇકોર્ટ(Gujarat High Court)માં કોરોના મુદ્દે થયેલી સુઓમોટો(Suo moto) અંગેની સુનાવણી બાદ આજે ગુરુવારે ગુજરાત હાઇકોર્ટે ઓર્ડર બહાર પાડ્યો હતો. આ ઓર્ડરમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક પ્રયાસોથી રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. જેનાથી હકારાત્મક આશાઓ પણ જાગી છે, પરંતુ હજી પણ કંઈ કહેવું ઉતાવળ ભર્યું રહેશે.

રાજ્યએ ખુશ થયા વિના થર્ડ-વેવ સાથે લડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ
રાજ્યએ ખુશ થયા વિના થર્ડ-વેવ સાથે લડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ
author img

By

Published : May 27, 2021, 8:18 PM IST

  • બુધવારે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુનાવણી મામલે હાઇકોર્ટે બહાર પાડ્યો ઓર્ડર
  • હાઈકોર્ટે નોંધ્યું છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસોમાં થયો ઘટાડો
  • રાજ્ય સરકારે થર્ડ-વેવને લઇ તૈયારીઓ શરૂ કરવી જોઇએઃ કોર્ટ
    રાજ્યએ ખુશ થયા વિના થર્ડ-વેવ સાથે લડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ

અમદાવાદઃ 26 મેના રોજ ગુજરાત હાઇકોર્ટ(Gujarat High Court)માં કોરોના મુદ્દે થયેલી સુઓમોટો(Suo moto) અંગેની સુનાવણી બાદ આજે ગુરુવારે ગુજરાત હાઇકોર્ટે ઓર્ડર બહાર પાડ્યો હતો. આ ઓર્ડરમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક પ્રયાસોથી રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. જેનાથી હકારાત્મક આશાઓ પણ જાગી છે, પરંતુ હજી પણ કંઈ કહેવું ઉતાવળ ભર્યું રહેશે. જો કે, આ મુદ્દે નામદાર હાઈકોર્ટે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે હાલની પરિસ્થિતિથી ખુશ થવાને બદલે થર્ડ-વેવ(Third wave) માટેની તૈયારી શરૂ કરી દેવી જોઈએ.

આ પણ વાંચોઃ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની ચેતવણી

ઇન્ફોટેરિસીન બી વિતરણ માટે કાર્યક્ષમ સિસ્ટમની સ્થાપના કરવી જોઈએ

ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતું કે એક તરફ કે જ્યાં રાજ્યમાં લીપોસોમલ ઇન્ફોટેરિસીન બી ઇન્જેક્શન(Liposomal amphotericin B injection)ની ઘટ છે, ત્યારે રાજ્યમાં જિલ્લાવાર તેની વહેંચણી અંગે ચોક્કસ અને કાર્યક્ષમ સિસ્ટમની સ્થાપના કરવી જોઈએ. આ માટે સરકાર કોર્પોરેશન ખાનગી હોસ્પિટલ ઇન્જેક્શન મેળવી શકે તે પ્રકારે વ્યવસ્થા કરવી જોઈએ. વધુમાં કોર્ટે ઓર્ડરમાં જણાવ્યું છે કે, ઇન્જેક્શન મેળવેલા હોસ્પિટલોએ તેમને કેટલા ઇન્જેક્શન મળ્યા છે અને કેટલા ઇન્જેક્શનનો વપરાશ થયો છે તે માટેની માહિતી આરોગ્ય વિભાગની વેબસાઈટ ઉપર રજૂ થવી જોઈએ. ખાનગી હોસ્પિટલોની પણ એ જવાબદારી નક્કી થવી જોઈએ કે તેવો પણ ઇન્જેકશનના વપરાશ અંગેનો રિપોર્ટ રજૂ કરે.

આ પણ વાંચોઃ સરકારની કામગીરીથી હાઇકોર્ટ નારાજ, કહ્યું-બધુ કાગળ ઉપર જ છે

ઇન્જેક્શનની વહેંચણી વધુ પારદર્શી અને કાર્યક્ષમ બને તે માટેના પ્રયાસો કરવા જોઈએ

કોર્ટે ઉત્તરમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર તમામ જરૂરિયાતના પગલાં લે. જેથી આરોગ્ય ક્ષેત્રે સુવિધા વધુ ઉન્નત બનાવી શકાય. આ સુવિધાઓ છેવાડાના ગામડા સુધીના લોકોમાં જાગૃતિ ફેલાવવા સુધીની હોવી જોઈએ. વધુમાં રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી પણ મ્યુકરમાઇકોસિસ(Mucormycosis)ની બીમારી અંગેની જાણકારી દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટેનું આયોજન તેમજ ઇન્જેક્શન(Injection)ની વહેંચણી વધુ પારદર્શી અને કાર્યક્ષમ બને તે માટેના પ્રયાસો કરવા જોઈએ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.