ETV Bharat / city

મંગળવારના રોજ RSSની સમન્વય બેઠક, મોહન ભાગવત સહિત 39 સંસ્થાઓ રહેશે ઉપસ્થિત - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠક

ગુજરાતમાં સંઘની સમન્વય બેઠક મંગળવારથી યોજાનારી છે, જેમાં સંઘની 39 જેટલી ભગીની સંસ્થાઓ રાષ્ટ્રીય હોદ્દેદારો ઉપસ્થિત રહેશે, સામાન્ય રીતે આ સમયે બેઠક વર્ષમાં બે વાર યોજાતી હોય છે. જેમાં સામાજિક તેમજ સાંપ્રત મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવતી હોય છે, તે જ પ્રકારે મંગળવારથી પણ ગુજરાતમાં પ્રથમ વખત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રિદિવસીય બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંઘના વડા તથા અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે.

મંગળવારના રોજ RSSની સમન્વય બેઠક, મોહન ભાગવત સહિત 39 સંસ્થાઓ રહેશે ઉપસ્થિત

author img

By

Published : Jan 4, 2021, 10:40 PM IST

  • ગુજરાતમાં પ્રથમ વખત મળશે RSSની સમન્વય બેઠક
  • બેઠકમાં 39 જેટલી ભગિની સંસ્થાઓમાં રાષ્ટ્રીય હોદ્દેદારો રહેશે ઉપસ્થિત
  • મંગળવારથી ત્રિદિવસીય બેઠકમાં RSSના વડા પણ રહેશે ઉપસ્થિત

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમવૈચારિક સંગઠનોની અખિલ ભારતીય સમન્વય બેઠક મંગળવારે મળવા જનારી છે, આગામી ત્રણ દિવસ સુધી ગાંધીનગરના ઉવારસદ પાસે આવેલી કર્ણાવતી ડેન્ટલ કોલેજમાંના કેમ્પસમાં યોજાનારી આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

વિચારોને આદાન પ્રદાન કરવામાં આવશે

બેઠકના ઉદ્દેશ અંગે સોમવારના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચારક અરુણ કુમારે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે, આ બેઠકમાં દેશની હાલની વર્તમાન પરિસ્થિતિ, કોરોના તથા અન્ય કેટલાક મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. તો બીજી તરફ તમામ સંગઠનો દ્વારા કોરોનામાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવી હતી, સાથે જ તમામ લોકો કઈ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે. કયા સંગઠનોએ કયા પ્રકારની કામગીરી કરી છે, તે અંગે તેમના વિચારોને આદાન પ્રદાન કરવામાં આવશે તથા કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ સ્થાનિક પ્રશાસનના દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, તે અંગે ચર્ચા થશે તમામ ક્ષેત્રથી આવતા લોકો આ બેઠકમાં હાજર રહેવાના છે, દેશમાં ચાલી રહેલા કિસાન આંદોલન અંગે પણ ચર્ચા કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતુ.

મંગળવારના રોજ RSSની સમન્વય બેઠક, મોહન ભાગવત સહિત 39 સંસ્થાઓ રહેશે ઉપસ્થિત

બેઠકમાં કોઈ પ્રકારે કોઈ નિર્ણય કરવાનું સંઘનું આયોજન ?

આ બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવનાર નથી, તમામ સંગઠનોનો લોકો દેશમાં ફરતા હોય છે અને પરિસ્થિતિથી વાકેફ હોય છે. જેથી તેમના અનુભવો અને તે વિશેની કામગીરીની જાણકારી એકબીજાને મળી રહે તે માટે આ બેઠક મળવાનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠક ડિસેમ્બરના અંત સુધીમાં મળતી હોય છે, પરંતુ કોરોનાના કારણે ડિસેમ્બરમાં સામાન્ય બેઠક મળી હતી અને ત્યારબાદ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આવી બેઠક વર્ષમાં બે વાર એટલે કે સપ્ટેમ્બર અને જાન્યુઆરી માસમાં યોજાતી હોય છે. આ બેઠકમાં 150 જેટલા લોકો હાજર રહેતા હોય છે, કોરોનામાં જે રીતે કેન્દ્ર અને રાજ્ય સરકાર સહિત તમામ ક્ષેત્રના લોકો વગેરે યોગદાન આપ્યું છે, તે અભિનંદનને પાત્ર પણ ગણવામાં આવી રહ્યું છે. કોરોના મહામારી દરમિયાન લોકો પ્રત્યક્ષ મળતા ન હોવા છતા તેઓ કામ કર્યું છે, આ બેઠકમાં દરેક પ્રકારની ચર્ચા અને નવા પ્રયોગો અંગે પણ વાતચીત કરવામાં આવશે.

અખિલ ભારતીય બેઠકમાં કોણ કોણ રહેશે ઉપસ્થિત

કોરોના કાળ બાદ લોકોની જીવનશૈલી બદલાઇ છે, ભારતીય જીવન શૈલી સ્વદેશી અને આત્મનિર્ભર લોકો બન્યા છે, જેને લઇ હજી વધુ આગળ લઇ કઈ રીતે લઈ જવું જોઈએ તે વિશે અનેક ચર્ચાઓ કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ અંગે પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. ત્રણ દિવસની મળનારી આ બેઠકમાં આરએસએસના વડા મોહન ભાગવત, ભૈયાજી જોશી, સંઘના સંગઠનના મહામંત્રી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે. ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તથા અલગ-અલગ સંગઠનોના પદાધિકારીઓ પણ હાજર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.