ETV Bharat / city

જેલ સહાયક લાંચ લેતા રંગે હાથે ઝડપાયા - acb

સરકારી લોકો ઘણી વાર લાંચ લેતા પકડાતા હોય છે. આ વખતે પણ એક જેલ સહાયક લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. લોકોમાં જાગૃતતા આવે તે માટે પણ ACB(એન્ટી કરપ્શન બ્યૂરો)દ્વારા અનેક વખત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને જેની અસર જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે.

જેલ સહાયક લાંચ લેતા રંગે હાથે ઝડપાયા
જેલ સહાયક લાંચ લેતા રંગે હાથે ઝડપાયા
author img

By

Published : Mar 20, 2021, 7:42 PM IST

  • ACBની લાંચિયા બાબુઓ સામે લાલ આંખ
  • જેલ સહાયકને લાંચ માંગવી ભારે પડી
  • 41,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો
  • જેલમાં કોઈ હેરાનગતિ ન કરવા અને હાઈ સિક્યુરિટીમાં ન મુકવા માંગી હતી લાંચ

અમદાવાદ: સરકારી બાબુઓ જાણે સરકારી નોકરીને કમાણીનું સાધન સમજી બેઠા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે છેલ્લા 5 વર્ષમાં લાંચની રકમના આંકડા ચોંકાવનારા છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી ACB (એન્ટી કરપ્શન બ્યૂરો)એ લાંચિયા બાબુઓ સામે લાલ આંખ કરી છે. તેમ છતાં હજી પણ કેટલાક લોકો એવા છે કે જે સુધરવાનું નામ નથી લઈ રહ્યાં. આવા જ એક જેલ સહાયકને લાંચની રકમ માંગવી ભારે પડી છે. ACBના ફરિયાદીના સગા જેલમાં હોવાથી તેને હેરાનગતી નહીં કરવા અને હાઈ સિક્યુરિટી ઝોનમાં નહીં મુકવા માટે રૂપિયાની માંગણી કરી હતી.

આ પણ વાંચો: ખેડા ACBએ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરને લાંચ લેતા ઝડપી પાડ્યા

પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

ફરિયાદીના પતિ, બે દીકરા, જમાઈ અને અન્ય એક વ્યક્તિ સાબરમતી સેન્ટ્રલ જેલમાં હોય તેઓને કોઇ હેરાનગતિ ન કરવા માટે અને હાઈ સિક્યુરિટી ઝોનમાં નહીં મુકવા માટે જેલ સહાયક પિયુષ નિમ્બાર્કે રૂપિયા 41 હજારની લાંચની માંગણી કરી હતી, ત્યારે ACB દ્વારા છટકું ગોઠવીને લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ACBના સર્ચ ઓપરેશનમાં મળી સફળતા, આણંદ પોલીસનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

લોકોમાં હવે જાગૃતતા પણ આવી

ACB દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી હેલ્પલાઇન નંબર-1064 પણ શરૂ કરવામાં આવ્યો છે. જે અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે પણ ACB દ્વારા અનેક વખત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને જેની અસર જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘટાડવા માટે ACB દ્વારા કરવામાં આવતા પ્રયત્નોને લીધે લોકોમાં હવે જાગૃતતા પણ આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.