- અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમનો ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમ
- વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા
- રાષ્ટ્રપતિ અને કેન્દ્રીય ગૃહપ્રધાન ઉપસ્થિત રહે તેવી શકયતા
અમદાવાદ : મોટેરા ખાતે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બન્યું છે. જેમાં સૌપ્રથમ ઇન્ટરનેશનલ મેચ 24 ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાશે. આ સ્ટેડિયમમાં ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ યોજ્યો હતો.
24 ફેબ્રુઆરીએ મોટેરામાં પ્રથમ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ
ભારતના પ્રવાસે આવેલી ઇંગ્લેન્ડની ટીમ એક મહિનો જેટલો સમય અમદાવાદમાં રોકાશે. કારણકે, તેઓ અહીં 02 ટેસ્ટ મેચ અને 05 ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચ રમશે. મોટેરામાં પ્રથમ ઇન્ટરનેશનલ મેચ 24 ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી ટેસ્ટ મેચ હશે. આ સ્ટેડિયમ જ્યારે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યું છે. ત્યારે તેના ઉદ્ઘાટન પ્રસંગે 23 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને દેશના ગૃહપ્રધાન અમિત શાહ ખાસ ઉપસ્થિત રહે તેવી સંભાવનાઓ રહેલી છે. ઇન્ટરનેશનલ મેચ પહેલાં 23 ફેબ્રુઆરીના રોજ સ્ટેડિયમનું અનાવરણ સમારોહ યોજાશે. વડાપ્રધાન મોદી વર્ચુઅલી ઉપસ્થિત રહેશે.
સ્ટેડિયમની વિશેષતા
વિશ્વના સૌથી મોટા આ ક્રિકેટ સ્ટેડિયમની બેઠક ક્ષમતા 1.10 લાખની છે. જોકે, આ વખતે કોરોના વાઈરસના સંક્રમણને કારણે બેઠક ક્ષમતાના 50 ટકા પ્રેક્ષકોથી જ સ્ટેડિયમ ભરવામાં આવશે. સ્ટેડિયમમાં કોઈપણ ખૂણેથી સંપૂર્ણ મેદાન જોઈ શકાય છે. સ્ટેડિયમમાં રમાનારી પ્રથમ બેચમાં ગુલાબી બોલનો ઉપયોગ થાય તેવી શક્યતાઓ છે. અહીં ઉલ્લેખનીય એ છે કે, એશિયન ક્રિકેટ કાઉન્સિલન આ અધ્યક્ષ તરીકે તાજેતરમાં જ ગૃહપ્રધાન અમિત શાહના પુત્ર જય શાહની વરણી કરવામાં આવી હતી.