ETV Bharat / city

આગામી 3 દિવસ રાજ્યમાં હિટવેવની શક્યતા, હવામાન વિભાગે કરી આગાહી - અમદાવાદ સમાચાર

રાજયમાં કોરોનાના કેસની સાથે સાથે ગરમીનો પણ પારો વધી રહ્યો છે. જેના કારણે આગામી બે દિવસ માટે હવામાન વિભાગે રાજ્યમાં હિટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત કેટલાક શહેરોમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યો છે.

હવામાન વિભાગે કરી આગાહી
હવામાન વિભાગે કરી આગાહી
author img

By

Published : Apr 5, 2021, 7:31 PM IST

  • હવામાન વિભાગની આગાહી
  • રાજ્યના કેટલાક શહેરોમાં ઓરેન્જ એલર્ટ
  • તાપમાનનો પારો 42ને પાર પહોંચે તેવી શકયતા

અમદાવાદ: છેલ્લા થોડાક દિવસોથી શહેરમાં વહેલી સવારે ઠંડક અને બપોરે કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ સહિત રાજકોટ જેવા શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચી ચૂકયો છે. હવામાન વિભાગ દ્વારા શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું છે અને આગામી 2 દિવસ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: કાળઝાળ ગરમી વચ્ચે અડધા ભરૂચ શહેરમાં વીજ પુરવઠો બંધ રહેશે

મહત્તમ તાપમાનમાં ખાસ ફરક નહી પડે

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારે ફેર નહી પડે પરંતુ આગામી 8 અને 9 એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હિટવેવની અસર દેખાશે. અમદાવાદમાં પણ આગામી 3 દિવસ દરમિયાન ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતાઓ છે. ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીમાં વધારો થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. દિવસ દરમિયાન ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતો હોવાથી શહેરીજનોને સવારથી જ ગરમી વર્તાવા લાગી છે.

રાજ્યમાં ગરમીનો પારો 40ને પાર

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો 40ને પાર થતા રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું છે. તો આગામી 2 દિવસ માટે હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તંત્ર દ્વારા તેને લઈને ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: 28 મે બાદ લૂ-માંથી મળી શકે છે આંશિક રાહત, 29-30 મેના રોજ વાવાઝોડાની શક્યતા

કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે

હવામાન વિભાગના અધિકારીએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર દિશા તરફ પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે આગામી બે-ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી, પરંતુ બે દિવસ બાદ તાપમાન મા નજીવો વધારો થઇ શકે છે. આગામી બે દિવસ બાદ અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો સામનો કરવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.