અમદાવાદ: ડિસેમ્બર 2019માં સગીર વયની યુવતીને ભગાડી જવાના કેસમાં આરોપી ચિરાગ મરડીયાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર પછી તેને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. યુવતીના પિતાએ આરોપી સામે તેમના વાલીપણામાંથી ભગાડી જવાના આક્ષેપ સાથે FIR દાખલ કરાવી હતી. આ ફરિયાદ હેઠળ આરોપી સામે દુષ્કર્મ અને પોકસોની અલગ અલગ કલમ લગાડવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણ જ્યારે બન્યું ત્યારે યુવતીની ઉંમર ૧૭ વર્ષ અને આઠ મહિના હતી.
રાજકોટ સેશન કોર્ટે આ કેસમાં આરોપીને જામીન ન આપતા જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટમાં આરોપીના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે અત્યારે યુવતી અઢાર વર્ષની થઈ ગઈ છે અને તેના દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં આરોપી સામે કોઈ ગુનો પુરવાર થતો નથી. યુવતીએ આરોપી સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી છે. આરોપીના પરિવારજનોએ પણ પીડિત યુવતીને સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. આરોપીના વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે જો આરોપી પીડિતા જોડે આગામી બે મહિનામાં લગ્ન ન કરે તો તેને ફરીવાર જેલમાં મોકલી દેવામાં આવે. હાઈકોર્ટે આ વાતને ધ્યાનમાં રાખીને આરોપીને દસ હજારના પર્સનલ બોન્ડ પર જામીન આપ્યાં છે.હાઈકોર્ટે પોકસોના આરોપીને પીડિતા સાથે લગ્ન કરવાની શરતે આપ્યા જામીન
પોકસોના આરોપીએ જો જામીન આપવામાં આવશે તો અગામી બે મહિનામાં પીડિતા સાથે લગ્ન કરી લેશે તેવી રજૂઆતને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા હોવાની વિગતો સામે આવી છે. આરોપીએ કોર્ટને કહ્યું કે જો બે મહિનામાં પીડિત સાથે લગ્ન નહીં કરે તો તેને પાછો જેલમાં મોકલી દેવામાં આવે.
પોકસો આરોપીએ કોર્ટને કહ્યું જો બે મહિનામાં લગ્ન ન કરૂં તો જેલમાં મોકલી દેજો
અમદાવાદ: ડિસેમ્બર 2019માં સગીર વયની યુવતીને ભગાડી જવાના કેસમાં આરોપી ચિરાગ મરડીયાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર પછી તેને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. યુવતીના પિતાએ આરોપી સામે તેમના વાલીપણામાંથી ભગાડી જવાના આક્ષેપ સાથે FIR દાખલ કરાવી હતી. આ ફરિયાદ હેઠળ આરોપી સામે દુષ્કર્મ અને પોકસોની અલગ અલગ કલમ લગાડવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણ જ્યારે બન્યું ત્યારે યુવતીની ઉંમર ૧૭ વર્ષ અને આઠ મહિના હતી.
રાજકોટ સેશન કોર્ટે આ કેસમાં આરોપીને જામીન ન આપતા જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટમાં આરોપીના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે અત્યારે યુવતી અઢાર વર્ષની થઈ ગઈ છે અને તેના દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં આરોપી સામે કોઈ ગુનો પુરવાર થતો નથી. યુવતીએ આરોપી સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી છે. આરોપીના પરિવારજનોએ પણ પીડિત યુવતીને સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. આરોપીના વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે જો આરોપી પીડિતા જોડે આગામી બે મહિનામાં લગ્ન ન કરે તો તેને ફરીવાર જેલમાં મોકલી દેવામાં આવે. હાઈકોર્ટે આ વાતને ધ્યાનમાં રાખીને આરોપીને દસ હજારના પર્સનલ બોન્ડ પર જામીન આપ્યાં છે.