અમદાવાદઃ ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં અનેક કોર્ટમાં કેસની ફિઝિકલ ફાઈલિંગ શરૂ થશે. કોર્ટ ફિઝિકલ સુનાવણી કરવા અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પરવાનગી ન આપતાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે 29મી જુલાઈના રોજ એક દિવસ માટે ઉપવાસની જાહેરાત કરી હતી. જોકે 27મી જુલાઈના રોજ કેસના ફિઝિકલ ફાઈલિંગની હાઈકોર્ટ તરફથી છૂટની જાહેરાત કરવામાં આવી છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યોએ શનિવારે જણાવ્યું હતું કે અનલૉક-2.0માં સરકારી અને અર્ધ-સરકારી શરૂ કરવામાં આવી છે ત્યારે કોર્ટને કેમ શરૂ કરવામાં આવતી નથી. વકીલોએ આ મુદ્દે વિરોધ નોંધાવવા કારંજ પોલીસ સ્ટેશનથી પરવાનગી માગી હતી.